Home> Health
Advertisement
Prev
Next

High Blood Pressure: શું તમે પણ સામાન્ય વાતમાં ગભરામણ થઈ જાય છે? બલ્ડ પ્રેશરની તકલીફથી આ રીતે બચો

Habits Which Can Lower High BP: આજના સમયમાં હાઈ બીપીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો, તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તેને ઘટાડી અથવા નિયંત્રિત કરી શકો છો.

High Blood Pressure: શું તમે પણ સામાન્ય વાતમાં ગભરામણ થઈ જાય છે? બલ્ડ પ્રેશરની તકલીફથી આ રીતે બચો

Habits Which Can Lower High BP: આજની વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. જેમાં ઓફિસમાં કલાકો સુધી લેપટોપ સામે બેસી રહેવાથી શરીરના દુખાવા વગેરેની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં ઓફિસના કામના સ્ટ્રેસને કારણે લોકોમાં તણાવની સમસ્યા પણ વધી રહી છે. ત્યારે હાઈ બ્લડ પ્રેશર પણ એક ગંભીર રોગ છે, જો તે કોઈને થાય છે, તો તે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી શકે છે. તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જો કે હાઈ બીપીના કોઈ ચોક્કસ લક્ષણો નથી, પરંતુ તે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

fallbacks

આજે અમે તમને જણાવીશું કે તમે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર કરીને કેવી રીતે તમે હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરી શકો છો.. એટલે કે હાઈપરટેન્શનનું જોખમ ઘટાડવા માટે આ આદતોને દિનચર્યામાં સામેલ કરો અને પછી જુઓ ફાયદા... 

1. સ્ટ્રેસ ઓછો લો-
આજકાલ લોકો ઘર, ઓફિસ અને કામના કારણે વધુ તણાવ લેવા લાગ્યા છે. જે હાઈ બીપીને પ્રોત્સાહન આપે છે. તમારે નાની-નાની બાબતોમાં વધુ પડતા તણાવમાં આવવાની જરૂર નથી. આ માટે સવારે ચાલવા જાઓ અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.

2. ડાર્ક ચોકલેટ-
જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો તેને નિયંત્રિત કરવા માટે ડાર્ક ચોકલેટનું સેવન ફાયદાકારક રહેશે. ખરેખર, ડાર્ક ચોકલેટ ખાવાથી હાઈ બીપી તરત જ ઘટી જાય છે. કારણ કે ડાર્ક ચોકલેટમાં લગભગ 80 ટકા કોકો હોય છે. તેનાથી શરીરનો સોજો પણ ઓછો થાય છે.

3. ધૂમ્રપાન ટાળો-
ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક લોકોને તેની ખરાબ લત હોય છે, જે તરત જ તમારું બ્લડ પ્રેશર વધારી દે છે. એટલું જ નહીં, ધૂમ્રપાન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More