દિપક પદમસાલી, અમદાવાદઃ સુરત બાદ અમદાવાદમાં પણ સતત વધી રહ્યાં છે અખિયા મિલાકે,,,ના કેસ. આંખમાં ખંજવાળ આવે છે અને પછી આંખો લાલ થવા લાગે છે. એટલેથી વાત પુરી થતી નથી પછી ધીરે ધીરે આંખોમાં દુઃખાવો થવા લાગે છે. આ બધી સ્થિતિ કેમ ઉભી થાય છે તે પણ જણવા જેવું છે. જાણીએ કે નિષ્ણાતો આ અંગે શું કહે છે. વાયરલ તાવની સાથે સાથે આઇફ્લૂના વધતા કેસો લોકોમાં ડર પેદા કરી રહ્યા છે. જો તમારા ઘરમા કોઇને આઈ ફ્લૂ કે આંખમાં ખંજવાળની સમસ્યા હોય તો આ માહિતી તમારા કામની છે.
છેલ્લા કેટલાક દિવસથી આઇ ફ્લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આઇ ફ્લૂ એટલે કંજકિટવાઇટિસને આપણે સામાન્ય રીતે આંખો આવી એમ પણ કહીએ છીએ.
આ વાયરસ હાલ બાળકોમાં પણ ખુબ વધારે જોવા મળી રહ્યો છે ત્યારે દરેક માતા-પિતાએ પણ તેમના બાળકોની કાળજી રાખવી જોઈએ.
શું કહે છે નિષ્ણાત?
એલ.જી.હોસ્પિટલમાં આંખના વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ગુંજન ટાંક ના મતે વરસાદ દરમિયાન ઓછા તાપમાન અને ભેજના કારણે લોકો બેક્ટેરિયા, એલર્જીના સંપર્કમાં આવે છે જેનાથી એલર્જી, રિએક્શન અને કંજકિટવાઇટિસ જેવા ઇન્ફેક્શન થાય છે.
આઈ ફ્લૂના લક્ષણોઃ
ખંજવાડ આવવી
આંખ લાલ થવી
આંખોમાંથી પાણી નીકળવુ
આંખોમાંથી પીયા નીકળવાની સમસ્યા
પાપણો પર સોજા આવી શકે છે
ઝાંખુ દેખાવુ
આઈ ફ્લૂથી બચવાના ઘરેલુ ઉપાયઃ
વારંવાર હાથ ધુઓ
વાંરવાર હાથોને આંખો પર ના લગાવો
આસપાસ સફાઇ રાખો
કાળા ચશ્મા પહેરીને જ બહાર જાઓ
ટીવી- મોબાઇલથી દૂર રહો
જો કે આઈ ફ્લૂ તેની જાતે જ ઠીક થઇ શકે છે. આઈ ફ્લૂ ઠીક થવામાં 3થી 5 દિવસનો સમય લાગી શકે છે પરંતુ બાળકોના કેસમાં ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે કારણે કે ડોક્ટરની સલાહ વિના દવાની દુકાનમાંથી લેવામાં આવતી દવામાં જો સ્ટીરોઈડ હશે તો તે નુકશાનકારક સાબિત થઈ શકે છે..
આઈ ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી પણ કાળજી ખુબ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે