Home> Health
Advertisement
Prev
Next

ઉનાળામાં લૂ થી બચવું હોય તો રોજે એક ચમચી આ વસ્તુનું કરો સેવન, અન્ય ફાયદા પણ જાણો

ગુલાબની પાંખડીમાંથી બનેલ ગુલકંદનો સ્વાદ ન તો ફકત જીભ માંટે સારો છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદારૂપ છે. લોકો ગુલકંદનો ઉપયોગ ખાવા અને પીવા માટે કરે છે, જેનાથી તેનો સ્વાદ બે ગણો વધારે લાગે છે. ગુલકંદમાં શરીરમાં ઠંડક થાય એવા ગુણ હોય છે.જેથી શરીરમાં રહેલી ગરમી ઓછી થાય છે.

ઉનાળામાં લૂ થી બચવું હોય તો રોજે એક ચમચી આ વસ્તુનું કરો સેવન, અન્ય ફાયદા પણ જાણો

નવી દિલ્લીઃ ગુલાબની પાંખડીમાંથી બનેલ ગુલકંદનો સ્વાદ ન તો ફકત જીભ માંટે સારો છે પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદારૂપ છે. લોકો ગુલકંદનો ઉપયોગ ખાવા અને પીવા માટે કરે છે, જેનાથી તેનો સ્વાદ બે ગણો વધારે લાગે છે. ગુલકંદમાં શરીરમાં ઠંડક થાય એવા ગુણ હોય છે.જેથી શરીરમાં રહેલી ગરમી ઓછી થાય છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. ગુલકંદને ગુલાબની પાંખડીઓ અને ખાંડની મદદથી તૈયાર કરાય છે.

fallbacks

જેમને પગ અને હથેળીમાં બળતરા થતી હોય તે લોકો માટે ગુલકંદવધુ ફાયદાકારક છે. ગુલકંદ ખાવાથી ગરમી ઓછી થઈ જાય છે. ગુલકંદમાં વિટામિન સી, ઇ અને બી મળી આવે છે. 2 ચમચી ગુલકંદ ખાવાથી લુ થી રાહત મળે છે. ડાયાબિટીઝવાળા લોકોએ ગુલકંદ ખાવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. કારણ કે તેમાં ખાંડ હોય છે.

હૃદય રોગમાં રાહત:
અર્જુન વૃક્ષની છાલ અને દેશી ગુલાબનો ઉકાળો પીવો, જો ધબકારા વધારે હોય તો તેની ગુલાબની સૂકી પાંદડીઓને ઉકાળીને પીવો. જો આંતરડામાં ઘા હોય તો 100 ગ્રામ મૂળેઠી, 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ ગુલાબની પાંખડી ત્રણેયને મિક્સ કરીને 10 ગ્રામ લો. તેનો 100 ગ્રામ પાણીમાં ઉકાળો બનાવો અને તેણે પીવો.

પાણીની કમીને દૂર કરશે:
ગુલકંદમાં ગુલાબનો રસ હોય છે જે શરીરને ઠંડક આપે છે. ગુલકંદ શરીરને ડિહાઇડ્રેશનથી સુરક્ષિત કરે છે અને સ્વસ્થ રાખે છે. ગુલકંદથી પેટમાં ઠંડક થાય છે. ગુલકંદએ નરમ ટોનિક છે જે ઉનાળા દરમિયાન ઉર્જા આપે છે, ગુલકંદ ખાવાથી થાક, આળસ, સ્નાયુમાં દુખાવામાં રાહત મળે છે..

સૂર્યપ્રકાશ સામે રક્ષણ:
ગરમીમાં બહાર નીકળતા પહેલા 2 ચમચી ગુલકંદ ખાઓ. આ તમને સનસ્ટ્રોક સામે રક્ષણ આપશે અને તડકો નહીં લાગે. આ ઉપરાંત તે ગરમીને કારણે થતાં નાકમાંથી રક્તસ્રાવ પણ રોકે છે.

ચહેરાને ચમકદાર બનશે:
ગુલકંદ ત્વચા માટે ખૂબ જ સારુ છે. ગુલકંદ ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે કારણ કે તે અંદરથી લોહી સાફ કરે છે. તે બ્લેકહેડ્સ, ખીલ અને પિમ્પલ્સ જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરે છે.

સગર્ભા માટે લાભદાયી:
સગર્ભા સ્ત્રીઓ ગુલકંદ ખાઈ શકે છે... ગુલકંદ એકદમ સલામત છે. જો સગર્ભાવસ્થામાં કબજિયાતની ફરિયાદ હોય, તો તમે તેમાંથી પણ છૂટકારો મેળવી શકો છો.

વજન ઘટશે:
ગુલકંદમાં લૈકસેટિવ અને ડ્યુરેટિક ગુણધર્મો હોય છે જે ચયાપચયને તીવ્ર બનાવે છે. જો તમારું મેટાબોલિઝમ ઝડપી છે, તો તમે તમારું વજન સરળતાથી ઉતારી શકશો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવો તો રોજ 20 ગુલાબની પાંખડી પાણીમાં ઉકાળો અને તે ગાળીને તેમાં મધ નાખો અને દિવસમાં બે વાર પીવો.

મોઢાના ચાંદામાં રાહતઃ
જો તમારા પેઢામાં સોજો રહે છે, તો એક ચમચી ગુલકંદ સવારે અને સાંજે ખાઓ. આનાથી, પેઢા માં સોજો કે રક્તસ્રાવની સમસ્યા ઓછી થાય છે. આની સાથે ગુલકંદ ખાવાથી મોઢાના ફોલ્લાઓ પણ દૂર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More