Home> Health
Advertisement
Prev
Next

હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

fallbacks

આ પણ વાંચો:- શું એર કન્ડિશનથી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ? જાણો શું કહે છે વૈજ્ઞાનિક

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સેનિટાઇઝરના વેચાણ અને ભંડાર માટે લાઇસન્સની જરૂરિયાતને સમાપ્ત કરી છે. જેથી આ લોકો વ્ચ્ચે વ્યાપક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. એક સત્તાવાર જાહેરનામાં કહ્યું કે, મંત્રાલયે ઔષધિ તેમજ સૌંદર્ય પ્રસાધન નિયમની જોગવાઇઓ અંતર્ગત  છૂટ આપી છે. પરંતુ સાથે જ કહ્યું કે, વિક્રેતા તે સુનિશ્ચિત કરશે કે આ ઉત્પાદોનું વેચાણ અને ભંડાર તેના ઉપયોગની તારીખ પૂર્ણ થયા બાદ ના થયા. જાહેરનામું સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની

મંત્રાલયને આવી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં સેનિટાઇઝરના વેચાણ માટેનું લાઇસન્સ મેળવવાની છૂટની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ મહામારી ફાટી નીકળી હતી અને લોકડાઉન વચ્ચે સરકારે સેનિટાઇઝરના વેચાણ અને સ્ટોરેજ માટે લાઇસન્સ મેળવવું ફરજિયાત બનાવ્યું હતું. આ પણ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે દેશમાં બ્લેક માર્કેટિંગનો ડર હતો. વળી, સેનિટાઈઝરની માંગમાં અચાનક વધારાને કારણે તેના ભાવમાં વધારો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More