Brain Stroke Signs: જ્યારે બ્લડ સર્ક્યુલેશનમાં ગડબડ ઊભી થાય છે ત્યારે બ્રેડ સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોક પણ બે પ્રકાર હોય છે. ઈસ્કેમિક સ્ટ્રોક અને હેમોરેજિક સ્ટ્રોક. ઈસ્કેમિક સ્ટ્રોકમાં મગજની નસો જામ થઈ જાય છે જેના કારણે રક્ત મગજ સુધી પહોંચતું નથી. જ્યારે હેમોરેજિક સ્ટોકમાં મગજમાં લોહી લીક થવા લાગે છે.
ઈસ્કેમિક સ્ટ્રોક એકદમ કોમન હોય છે. તેના કારણ હાઇ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ, અનહેલ્ધી આહાર અને સ્મોકિંગ હોઈ શકે છે. સ્ટ્રોક કોઈપણ હોય તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેના લક્ષણોને જાણી યોગ્ય ઉપચાર કરવામાં આવે તો વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકે છે
બ્રેઇન સ્ટ્રોકના શરૂઆતી લક્ષણ
આ પણ વાંચો: સાઈકલ ચલાવવાથી અનેક ફાયદા થાય છે પરંતુ આ 5 લોકોએ સાઇકલિંગ કરવાની ભૂલ ન કરવી
બોલવામાં સમસ્યા
બ્રેન સ્ટ્રોકનું સૌથી મુખ્ય સંકેત છે બોલવામાં સમસ્યા. જો કોઈ વ્યક્તિ અચાનક જ સ્પષ્ટ શબ્દો બોલી ન શકે કે પોતાની વાતને યોગ્ય રીતે કહી શકે નહીં તો તે બ્રેઇન સ્ટ્રોકનું લક્ષણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે મગજ સુધી રક્ત બરાબર પહોંચતું ન હોય
સ્નાયુની નબળાઈ કે પેરાલીસીસ
સ્ટ્રોકના કારણે મગજ શરીરના કેટલાક ભાગ સુધી સિગ્નલ પહોંચાડી શકતું નથી. જેના કારણે વ્યક્તિ પેરાલીસીસનો શિકાર થઈ જાય છે. કેટલાક કેસમાં દર્દીના સ્નાયુ નબળા પડી જાય છે જેના કારણે હાથ કે પગમાં બરાબર શક્તિ જણાતી નથી.
આ પણ વાંચો: સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી
હલનચલનમાં સમસ્યા
સ્ટ્રોકમાં વ્યક્તિને હલનચલનમાં સમસ્યા થવા લાગે છે. વ્યક્તિ સ્પષ્ટ બોલી શકતી હોય પરંતુ ચાલવામાં તકલીફ થતી હોય તો તે પણ સ્ટ્રોકનું લક્ષણ હોઈ શકે છે. જ્યારે મગજ પગ ને બરાબર સંકેત ન આપી શકતું હોય ત્યારે બોડી નું બેલેન્સ ખરાબ થઈ જાય છે.
જોવામાં સમસ્યા
જોવામાં સમસ્યા પણ સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે. સ્ટ્રોકના કારણે વ્યક્તિને એક કરતાં વધુ વસ્તુ દેખાવી અથવા તો ધૂંધળું દેખાવું તેવી ફરિયાદ પણ રહે છે. સ્ટ્રોક ના કારણે અચાનક જ આંખ ખરાબ થઈ શકે છે.
આ પણ વાંચો: અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો
માથાનો તીવ્ર દુખાવો
ઘણી વખત તીવ્ર માથાનો દુખાવો પણ બ્રેઇન સ્ટ્રોકની ચેતવણી હોય છે. આ માથાનો દુખાવો સામાન્ય દુખાવા કરતા વધારે હોય છે. આ માથાનો દુખાવામાં ઉલટી પણ થાય છે. મોટાભાગના લોકો માથાના દુખાવાને ડીહાઇડ્રેશન અને ઊંઘની ખામી સમજીને નજર અંદાજ કરે છે. પરંતુ કેટલી વખત તે બ્રેઇન સ્ટ્રોકનો સંકેત પણ હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે