Home> Health
Advertisement
Prev
Next

જો નાની ઉંમરમાં ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો, તો આજથી બદલી દો આ આદતો

Knee Pain : 30 વર્ષની ઉંમરે જ ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો? તો ચેતી જજો, નહીં તો મૂકાઇ જશો મુશ્કેલીમાં... યુવાઓમાં વધી રહી છે આ સમસ્યા
 

જો નાની ઉંમરમાં ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો, તો આજથી બદલી દો આ આદતો

Health Tips સપના શર્મા/અમદાવાદ : યુવાઓમાં વધી રહી છે ઘૂંટણના દુખાવાની સમસ્યા. બદલાતી જીવન શૈલી અને ખાનપીણ આનું મુખ્ય કારણ છે. ઘૂંટણ શરીરનો એ ભાગ છે જે તમારા ચાલવા દોડવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે ઘણી વખત ઘૂંટણને વાળવામાં અને ઉભા રહેવા, દોડવા સમયે દુખાવો અનુભવાય છે. જો તમને પણ આવી સમસ્યા થાય છે તો તમારે સાવચેત થવાની જરૂર છે.

fallbacks

સિવિલ હોસ્પિટલના સ્પાઇન ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવતા ડૉ. પિયુષ મિતલે આ માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે બાળપણ, યુવાઓ અને વૃદ્ધોમાં ઘૂંટણની સમસ્યા જોવા મળે છે. પણ વૃદ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે પાછલા કેટલાક સમયથી નાનીવયના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળી છે.

અમદાવાદમાં બહાર ખાતા પહેલા સાવધાન! હવે દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત

યુવાઓમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી
છેલ્લાં કેટલાક સમયનો ટ્રેન્ડ જોઈએ તો યુવાઓમાં ઘૂંટણની સમસ્યામાં વધારો થયો છે. આની પાછળનું સૌથી મોટુ કારણ બેઠાડુ જીવન, શરીરનું વધુ પડતું વજન અને, ખાણીપીણી છે. કેટલાક વર્ષો પહેલા લોકોની જીવનશૈલીને આપણે ફરી અપનાવવાની જરૂર છે. કસરત કરવી જોઈએ.

બાળકોમાં પણ ઘૂંટણની સમસ્યા 
બાળકોમાં પણ કેટલીક સમસ્યાઓને કારણે ઘૂંટણનો દુખાવો થાય છે. પગના અલાઈન્મેન્ટ બરાબર ન હોવાને કારણે ઘૂંટણ ઉપર ભાર પડે છે. જેના કારણે બાળકને ચાલવામાં તકલીફ પડે છે. આ માટે તેની ચાલવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે.

ખોડલધામના નરેશ પટેલનું ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું

કઈ રીતે દુખાવા સામે રાહત મેળવી શકાય
સામાન્ય રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવાથી અને બેઠાંડુ જીવનશૈલીને બદલે નિયમિત કસરત કરવાથી સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ સિવાય ચાલતી વખતે પગના અલાઇમેન્ટ યોગ્ય હોય તે પણ જરૂરી છે. શરીરનું વજન આપણી ઊંચાઈના સાપેક્ષમાં હોય તે પણ ખુબ જ જરૂરી છે.

શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે મોટું સંકટ આવ્યું, ગુજરાતમાં થઈ મોટી હલચલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More