Home> Health
Advertisement
Prev
Next

જવાન રહેવું હોય તો ખાવો આ શાકભાજી, આપે છે ગજબની ઈમ્યુનિટી, વજન પણ ઘટશે

Healthiest Vegetables: આજકાલ લોકો ફીટ રહેવા માટે અનેક પ્રકારના પ્રયોગ કરતા હોય છે. પરંતુ ખાનપાન અને ડાઇટને કારણે આ પ્રયોગ સફળ રહેતા નથી. તેવામાં યોગ્ય સમયે કઈ વસ્તુનું સેવન કરવું તે જાણવું ખુબ જરૂરી છે. યોગ્ય આહાર શરીર માટે ફાયદાકારક છે. 

જવાન રહેવું હોય તો ખાવો આ શાકભાજી, આપે છે ગજબની ઈમ્યુનિટી, વજન પણ ઘટશે

નવી દિલ્હીઃ હેલ્ધી રહેવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખા કરતા હોય છે. જોકે, સાચી રીતે ખાનપાન અને ડાયટીંગ ના કરવાના કારણે સફળ થતા નથી. તમને એવી ખાદ્ય વસ્તુઓની જાણકારી હોવી જોઈએ જે હેલ્દી હોવાથી સાથે સાથે શરીર માટે ફાયદાકારક હોય,,,

fallbacks

કોળુ છે ફાયદાકારક
શાકભાજીને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દરેક શાકભાજીમાં ઘણા પ્રકારના વિટામીન અને અન્ય મિનરલ્સ હોય છે, જે ચામડી અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. આવી જ એક શાકભાજી છે કોળું. જો કે, આ શાક દરેકને પસંદ નથી હોતું, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોળાનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.

ભરપૂર વિટામિન્સ હોય છે
કોળુ કેન્ટાલૂપ અને તરબૂચ જેવા ફળો જેવું હોય છે. વિશ્વમાં કોળાની 150થી વધુ પ્રકાર છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે આંખોથી લઈને હૃદય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. કેળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ પણ વાંચોઃ દરેક મહિલાને આ સંકેતો વિશે જરૂર હોવી જોઇએ જાણકારી, નહીંતર...

વજન ઘટે છે
કોળુ ખાવાથી વજન ઘટે છે કેમકે કોળામાં ઘણું પાણી હોય છે તેની સાથે જ કેલરી પણ ઘણી ઓછી હોય છે. ફાઈબરથી ભરપૂર કોળુ ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.  આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ શરીરમાં જમા થવા દેતું નથી.

ચામડી રહે છે સારી
કોળામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે ચામડીને ફાયદો કરે છે...  કોળામાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આંખમાં આવે છે તેજ
કોળાના સેવનથી આંખોની રોશની વધે છે. તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે મોતિયાનું જોખમ પણ ઘટાડે છે.

આ પણ વાંચોઃ એક વાર ઘટ્યા બાદ ફરી કેમ વધી જાય છે વજન? જાણવા જેવું છે વારંવાર વજન વધવાનું કારણ

રોગપ્રતિકારક શક્તિ
કોળામાં વિટામિન C  ભરપૂર માત્રામાં હોય છે. ન્યુટ્રોફિલ્સની યોગ્ય કામગીરી માટે વિટામિન C ખાસ જરૂરી હોય છે.  ન્યુટ્રોફિલ્સ એ એક પ્રકારનો રોગપ્રતિકારક કોષ છે, જે શરીરને વિવિધ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત કરવાનું કામ કરે છે. આ સાથે કોળામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. માટે તેને ઈમ્યુનિટી બુસ્ટર કહીયે તો કંઈ ખોટું નથી.

(અસ્વીકરણ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More