Home> Health
Advertisement
Prev
Next

Roti: ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી વધેલું કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે

Healthy Roti: બેડ કોલેસ્ટ્રોલનું વધવું આજના સમયની સામાન્ય સમસ્યા છે. નાની વયના લોકોને પણ આ તકલીફ હોય છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવા માંગો છો તો શિયાળા દરમિયાન આ લોટની રોટલી ખાવાનું શરૂ કરી દો.

Roti: ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી વધેલું કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે

Healthy Roti: રોટલી ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે. લગભગ દરેક ઘરમાં બપોરે અને રાત્રે રોટલી બને છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજનમાં રોજ ખવાતી રોટલી તમારું બેડ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં કરી શકે છે ? જો નથી જાણતા તો આજે તમને જણાવીએ એક લોટ વિશે જેની રોટલી તમે ખાવાનું રાખશો તો બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે. 

fallbacks

આ પણ વાંચો: Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત

શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તે જોખમી છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. તેથી જ જરૂરી છે કે ડાયટ પર કંટ્રોલ કરીને બેડ કોલેસ્ટ્રોલ ને વધુ તો અટકાવવામાં આવે. જો તમને જમવામાં રોટલી વિના ન ચાલતું હોય તો ઘઉંના લોટમાં મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવવાનું રાખો. 

આ પણ વાંચો: રાત્રે જમવામાં રોટલી ખાવી કે ભાત ? બંનેમાંથી કઈ વસ્તુ ખાવી શરીર માટે ફાયદાકારક ?

મકાઈના લોટના ફાયદા 

મકાઈમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. કે બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઘઉંના લોટમાં મકાઈનો લોટ મિક્સ કરીને રોટલી બનાવવી જોઈએ. તમે એટલા મકાઈના લોટની રોટલી પણ બનાવીને ખાઈ શકો છો. જો આ લોટની રોટલી ખાવાનું રાખશો તો બેડ કોલેસ્ટ્રોલમાં જ નહીં પરંતુ બીપી ની સમસ્યામાં પણ ફાયદો થશે. 

આ પણ વાંચો: સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે

કેવી રીતે બનાવવી મકાઈના લોટની રોટલી? 

મકાઈના લોટમાંથી રોટલી બનાવવી હોય તો સૌથી પહેલા એક મોટા વાસણમાં મકાઈનો લોટ અને ઘઉંનો લોટ ચાળીને મિક્સ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને અજમા ઉમેરો. આ લોટને હુંફાળા ગરમ પાણીથી બાંધો. આ રીતે તૈયાર કરેલા લોટમાંથી રોટલી બનાવી ભોજનમાં ઉપયોગમાં લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More