Heatwave Health and Safety Tips: માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળજાળ ગરમી પડવા લાગી છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નો પારો 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. તેવામાં આગામી દિવસોમાં વધારે ગરમી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ગરમી વધે એટલે બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ગરમીના દિવસોમાં જો ધ્યાન રાખવામાં ન આવે તો લુ પણ લાગી જાય છે.
આ પણ વાંચો: Kidney : કિડની ફેલ થતા પહેલા શરીરમાં દેખાય છે આ 6 લક્ષણો, ઈગ્નોર કરશો તો મર્યા સમજો
અતિશય ગરમી દરમિયાન શરીરમાં ઠંડક જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે જો શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો લુ લાગી જાય છે અને સ્ટ્રોક જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી જ ગરમીના સમયમાં લૂ થી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય વિભાગ પણ લોકોને ગરમીના દિવસોમાં તબિયત કેવી રીતે સંભાળવી તે જણાવે છે.
હીટ વેવમાં હેલ્થી કેવી રીતે રહેવું ?
આ પણ વાંચો: Cinnamon: ગુણોની ખાણ છે તજ, પુરુષોની માટે તો વરદાન, ખાવાથી આ 5 તકલીફોમાં ફાયદો થશે
હાઇડ્રેટેડ રહો
ડીહાઇડ્રેશનથી બચવું હોય તો દિવસ દરમિયાન 3 લીટર પાણી પીવું. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો ગરમીમાં મુશ્કેલી વધી જાય છે. તેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું અને સાથે જ ફળનો રસ, લીંબુ શરબત, નાળિયેર પાણી જેવી વસ્તુઓ પણ પીતા રહેવું તેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને ગરમી લાગતી નથી.
આ પણ વાંચો: Lower Body Fat: કમર નીચેના અંગો પર વધતી ચરબી આ બીમારીનું લક્ષણ હોય શકે છે
લાઈટ ભોજન કરો
શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે એ પણ જરૂરી છે કે તમે અતિશય ગરમીમાં લાઈટ ભોજન કરો. આ સમયે મસાલેદાર અને તીખું તળેલું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. વધારે પડતો મસાલેદાર અને તળેલો આહાર તબિયત બગાડી શકે છે. ઉનાળા દરમિયાન સ્ટ્રોબેરી, સંતરા, કાકડી જેવી વસ્તુઓ વધારે ખાવી જોઈએ.
આ પણ વાંચો: ચા પીતા પહેલા પીવું પાણી, સવારની એક આદત બદલી દેવાથી શરીરની મોટાભાગની તકલીફો દુર થશે
એક્સરસાઇઝ કરો પણ આ વાતનું ધ્યાન રાખો
જે લોકો નિયમિત એક્સરસાઇઝ કરતા હોય તેમણે ઉનાળામાં પણ એક્સરસાઇઝ તો કરવી જોઈએ પરંતુ એક્સરસાઇઝ કરવાના બે કલાક પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પી લેવું. સાથે જ હેવી એક્સરસાઇઝ લાંબા સમય સુધી કરવાનો ટાળો. હળવી એક્સરસાઇઝ રોજ 30 મિનિટ કરી લેવાથી પણ ફાયદો થશે.
આ પણ વાંચો: Potato: રોજ બટેટા ખાતા લોકોને ગમે ત્યારે થઈ શકે આ 5 સમસ્યા, તુરંત સુધારી લેજો આદત
કેફીન લેવાનું ટાળો
ચા, કોફી અને આલ્કોહોલથી આ સમય દરમિયાન દૂર રહો. આ પ્રકારની વસ્તુ શરીરમાં તરલ પદાર્થને ઘટાડે છે એટલે કે ડીહાઈડ્રેશન થાય છે. તેથી ગરમી દરમિયાન આવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: Kidney Stone: મોટી પથરીને પણ ઓગાળી શકે છે આ 2 દેશી વસ્તુઓ, દુખાવાથી પણ આપે રાહત
કુલિંગ સ્પ્રે સાથે રાખો
ગરમીના દિવસોમાં બહાર નીકળવાનું થાય ત્યારે કુલિંગ સ્પ્રે હંમેશા સાથે રાખો. આ સિવાય દિવસ દરમ્યાન ઘરના પડદા બંધ રાખો જેથી ઘરની અંદરનું વાતાવરણ ઠંડક વાળું રહે. તડકા દરમિયાન બાળકો, વડીલો અને પાલતુ પ્રાણીઓને બહાર લઈ જવાનું ટાળો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે