Home> Health
Advertisement
Prev
Next

Home Remedies: આ લાકડીનું પાણી છે ખુબ લાભકારી, બ્લડ પ્રેશર-કોલેસ્ટ્રોલ પણ આપોઆપ કંટ્રોલ થવા લાગશે!

અનેક ક્રોનિક બીમારીઓને પહોંચી વળવા માટે ક્યારેક ઘરેલુ નુસ્ખા કારગર નીવડતા હોય છે. આવી જ એક ઔષધીય ગુણો ધરાવતી લાકડી વિશે ખાસ જાણો. 

Home Remedies: આ લાકડીનું પાણી છે ખુબ લાભકારી, બ્લડ પ્રેશર-કોલેસ્ટ્રોલ પણ આપોઆપ કંટ્રોલ થવા લાગશે!

આજકાલ અનેક ક્રોનિક બીમારીઓને પહોંચી વળવા માટે લોકો દેશી નુસ્ખાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આવી જ એક ઔષધીય ગુણોવાળી લાકડી છે વિજયસારીની લાકડી. આ આયુર્વેદિક ગુણોવાળી ખાસ લાકડી ખાસ કરીને ભારતીય ઉપમહાદ્વીપમાં મળી આવે છે. તેને એક્ટિનોડાફ્ને લેનાટા  (Actinodaphne lanata)નામથી પણ ઓળખવામાં આવે છે. આ લાકડીનો આયુર્વેદમાં વિવિધ રોગોના ઈલાજમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને શુગર, કોલેસ્ટ્રોલ અને પાચન સંબંધિત સમસ્યાઓ માટે. આયુર્વેદિક ચિકિત્સક અને હર્બલ વિશેષજ્ઞ તેનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ દૂર કરવા માટે કરે છે. વિજયસારની લાકડીનું પામી શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. ખાસ કરીને જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો. ખાસ જાણો તેના ફાયદા વિશે...

fallbacks

1. આંતરડાની સફાઈ
ટીઓઆઈના રિપોર્ટ મુજબ વિજયસારનું પાણી આંતરડામાં ભેગા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે પાચનક્રિયાને સારી બનાવે છે અને કબજિયાત જેવી મુશ્કેલીઓમાં રાહત આપે છે. આપણે જાણીએ છીએ કે દરેક બીમારીના મૂળિયા પેટમાંથી નીકળે છે. આવામાં વિજયસારની લાકડીનું પાણી તમને અનેક બીમારીઓથી દૂર રાખી શકે છે. 

2. શુગર કંટ્રોલ
વિજયસારનું પાણી શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે શરીરમાં ઈન્શ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે. વિજયસારીની લાકડીમં રહેલા ગુણો બ્લડ શુગરને પ્રાકૃતિક રીતે કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી તે એક પ્રભાવી અને સુરક્ષિત ઉપાય બને છે. 

3. કોલેસ્ટ્રોલ ઓછું કરવું
વિજયસારના પાણીનું સેવન કોલેસ્ટ્રોલ સ્તરને કાબૂમાં કરવામાં મદદરૂપ છે. તે લોહીમાં સારા કોલેસ્ટ્રોલ (HDL)ને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડે છે. જેનાથી હ્રદય  સંબંધિત રોગોનું જોખમ ઘટે છે. નિયમિત રીતે તેના પાણીનું સેવન કરવાથી હ્રદય સ્વસ્થ રહે છે અને લોહીની નળીઓમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય રહે છે. 

4. ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે
વિજયસારનું પાણી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. તેના સેવનથી શરીરમાં ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. તે કુદરતી એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે જે શરીરને સાફ રાખે છે અને સંક્રમણના જોખમને ઓછું કરે છે. 

5. વિજયસારનું પાણી બનાવવાની વિધિ
સૌથી પહેલા તમે રાતે વિજયસારની લાકડીના એક નાનકડાં ટુકડાને પાણીમાં નાખીને તેને પલાળો. સવારે આ પાણી ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો. આ પાણી સમગ્ર શરીરને detoxify કરવાનું કામ કરે છે અને આંતરડાની અંદરથી સફાઈ કરે છે. 

વિજયસારના પાણીના અનેક લાભ છે પરંતુ આમ છતાં તેનું સેવન કોઈ વિશેષજ્ઞની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે કોઈ વિશેષ ચિકિત્સા ઉપચારનું પાલન કરી રહ્યા હોવ.  

  (Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી અને સલાહ આપે છે. કોઈ પણ પ્રકારે તે તબીબી મત કે વિકલ્પ નથી. આથી વધુ જાણકારી માટે હંમેશા કોઈ વિશેષજ્ઞ કે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.  ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More