Remedies For Irregular Periods: ઘણી મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા હોય છે. માસિક અનિયમિત થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેમકે અનિયમિત જીવનશૈલી વધારે પ્રમાણમાં સ્ટ્રેસ, હોર્મોનલ ચેન્જીસના કારણે પણ માસિક અનિયમિત થઈ જાય છે. અનિયમિત માસિકના કારણે અન્ય સમસ્યાઓ થાય છે જેમકે સતત થાક લાગવો, હાથ અને પગમાં દુખાવો, ભૂખ ઓછી લાગવી, કબજિયાતની સમસ્યા વગેરે. તેવામાં તમે માસિકને નિયમિત કરવા માટે હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરી શકો છો. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી પણ પિરિયડ સાઇકલ નિયમિત થાય છે.
આ પણ વાંચો:
સફરજનનું જ્યુસ પીવાથી થાય છે એવા જોરદાર ફાયદા કે જેને જાણીને આજથી જ પીવાનું કરશો શરુ
બદલતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન, વાયરલ બીમારીઓથી મળશે દવા વિના મુક્તિ
રોજ સવારે ખાલી પેટ ખાવાનું રાખો લસણ અને મધ, શરીરને થશે આ ગજબના ફાયદા
પપૈયુ
પપૈયું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ફળ છે. તેમાં કેરોટીન હોય છે જે એસ્ટ્રોજન લેવલને સપોર્ટ કરે છે. તેને ખાવાથી માસિક નિયમિત થાય છે.
અજમા
અજમા પણ ગુણકારી વસ્તુ છે. રોજ સવારે તમે અજમાના પાણીથી દિવસની શરૂઆત કરશો તો તેનાથી પાચન પણ સારું રહેશે અને સાથે જ માસિક સમયે થતી સમસ્યાઓથી મુક્તિ મળશે
અનાનસ
અનાનસમાં બ્રોમલેને નામનું એન્જાઈન હોય છે. તેનાથી શરીરમાં આવેલા સોજા દૂર થાય છે અને અનિયમિત માસિકની સમસ્યા પણ દૂર થાય છે.
વરીયાળી
વરીયાળી નું સેવન કરવાથી પણ અનિયમિત માસિકની સમસ્યા દૂર કરી શકાય છે. વરીયાળીનું સેવન કરવાથી હોર્મોનલ સંતુલિત રહે છે અને માસિક સમયે થતા દુખાવા પણ મટે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી વરિયાળી ઉમેરી રાત્રે પલાળી દેવી. સવારે તે પાણીનું સેવન કરવું.
તજ
તજ એવી વસ્તુ છે જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઔષધી સમાન કામ કરે છે. તજ થી માસિક સમયે થતી સમસ્યાને પણ દૂર કરી શકાય છે. ખાસ કરીને અનિયમિત માસિક આવતું હોય તો તજનું સેવન કરવાથી માસિક નિયમિત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે