Uric Acid: જો તમને પણ હાથ કે પગના સાંધામાં સોજો અને હાડકામાં દુખાવો રહે છે તો આ વાતને લઈને બેદરકાર જરા પણ ન રહો. આ સમસ્યા શરીરમાં યુરિક એસિડ વધારે બનવાનું લક્ષણ હોઈ શકે છે. જો તમને સમયસર આ સમસ્યાનો ઈલાજ નથી કરતા તો મોટી પરેશાની થઈ શકે છે. જો યુરિક એસિડ હદ કરતાં વધી જાય તો ચાલવું પણ મુશ્કેલ થઈ શકે છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુરિક એસિડ શરીરમાં વધે તેના ઘણા કારણો હોય છે. જેમ કે માંસાહર કરવો, પર્યાપ્ત ઊંઘ ન થવી, આલ્કોહોલનું વધારે પ્રમાણમાં સેવન, બિનઆરોગ્યપ્રદ આહાર ખાવો વગેરે કારણોને લઈને શરીરમાં યુરિક એસિડ વધી શકે છે. શરીરમાં જો યુરિક એસિડ વધી જાય તો પછી તેને કંટ્રોલ કરવા માટે દવા લેવી પડે છે. જોકે લાંબા સમય સુધી આવી દવા લેવી પણ શરીર માટે હાનિકારક છે.
આ પણ વાંચો:
ગેસ-એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આ 4 દાળ ન ખાવી, નહીં તો મુકાવું પડશે શરમમાં
Honey Side Effects: ફાયદો જ નહીં નુકસાન પણ કરે છે મધ, જાણો મધથી થતી આડઅસરો વિશે પણ
વધેલુ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી છે આ 5 ફળ, આજથી જ રોજ ખાવાની કરો શરુઆત, થશે લાભ
શરીરમાં જો યુરિક એસિડનું પ્રમાણ વધી રહ્યું હોય તો તેને કંટ્રોલ કરવા માટે શરૂઆતમાં તમે કેટલાક અસરકારક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. આ ઘરેલુ નુસખા શરીર ને કોઈ નુકસાન કરતા નથી. સાથે જ તે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે. તો ચાલો તમને જણાવીએ કે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે ઘરે કયા દેશી નુસખા અજમાવી શકો છો.
યુરિક એસિડને શરીરમાં વધતું અટકાવવા માટે રોજ આદુ અને અજમા જેવા મસાલાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. આ બંને વસ્તુને તમે દવા તરીકે પણ લઈ શકો છો અને ભોજનમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. આદુ અને અજમામાં એવા મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં ઝડપથી અસર કરે છે. સાથે જ અજમામાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવાને કંટ્રોલ કરે છે. તેમાં રહેલા ગુણ યુરિક એસિડ ને કંટ્રોલ કરે છે અને સાંધાના દુખાવા તેમજ સોજા ને ધીરે ધીરે દૂર કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે