Home> Health
Advertisement
Prev
Next

Acidity: એસિડિટી કાયમ રહે છે ? તો ટ્રાય કરો આ ઘરેલુ ઉપાયોમાંથી કોઈ એક, બળતરાથી તુરંત જ રાહત મળશે

Acidity Home Remedies: તીખું, મસાલેદાર કે તળેલું ભોજન વધારે થઈ જાય તો એસિડિટી થઈ જાય છે. એસિડિટી કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. આ તકલીફને તમે દવા વિના ઘરેલુ વસ્તુની મદદથી પણ મટાડી શકો છો. આજે તમને આ ઘરેલુ ઈલાજ વિશે જણાવીએ.

Acidity: એસિડિટી કાયમ રહે છે ? તો ટ્રાય કરો આ ઘરેલુ ઉપાયોમાંથી કોઈ એક, બળતરાથી તુરંત જ રાહત મળશે

Acidity Home Remedies: એસીડીટી એક સામાન્ય સમસ્યા છે. એસીડીટીનો અર્થ છે કે પેટમાં વધારે એસિડ બની ગયું હોય જેના કારણે છાતીમાં બળતરા, પેટમાં ભારીપણું, અપચો અને ખાટા ઓડકાર આવવા જેવી તકલીફો થવા લાગે છે. આ સમસ્યા મોટાભાગે વધારે પડતું મસાલેદાર તળેલું કે ખાટું ખાવાથી થઈ શકે છે. 

fallbacks

આ પણ વાંચો: Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા

ઘણી વખત એસીડીટીની સમસ્યા એટલી બધી વધી જાય છે કે આખો દિવસ બેચેની રહે છે. જો રાતના સમયે એસીડીટી થઈ જાય તો ઊંઘ પણ બરાબર થતી નથી. એસીડીટીના કારણે માથામાં દુખાવો અને ઉલટી પણ થવા લાગે છે. એસીડીટી વધી જાય તે પહેલા કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે તુરંત જ એસિડિટી ને મટાડી શકો છો. આજે તમને એસીડીટી મટાડવાના કેટલાક પ્રભાવિ ઉપાયો વિશે જણાવીએ. 

આ પણ વાંચો: શરદી કે ઉધરસ કંઈ નહીં થાય... રોજ ગોળ સાથે આ વસ્તુ ખાવા લાગો, દવા લેવાની જરૂર જ નહીં

ફુદીનો 

ફુદીનો એસિડિટીને દૂર કરવામાં સૌથી વધારે અસરકારક છે. એસીડીટી થાય ત્યારે ફુદીનાના પાનને સાફ કરીને પાણીમાં ઉકાળી તે પાણી પી લે. આ સિવાય તમે ફુદીનાના પાન ચાવી પણ શકો છો તેનાથી પેટને ઠંડક મળશે અને એસિડ ઓછું થઈ જશે. 

વરીયાળી 

વરીયાળી પાચનતંત્રને ફાયદો કરે છે એસીડિટી દરમિયાન વરિયાળી ચાવીને ખાવાથી અથવા તો તેનું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરી જાય છે અને પેટમાં એસિડ કંટ્રોલ થઈ જાય છે. 

આ પણ વાંચો: શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું

નાળિયેર પાણી 

નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને એસિડથી પણ રાહત અપાવે છે. નાળિયેર પાણી પીવાથી પેટને અંદરથી શાંતિ મળે છે અને એસિડ ખતમ થઈ જાય છે. 

આદુ અને મધ 

જો એસીડીટી વધી જાય તો એક નાનો ટુકડો આદુનો લઈ તેના ટુકડા કરી તેમાં મધ ઉમેરી દે ખાઈ લેવું. આદુના રસમાં મધ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. 

આ પણ વાંચો: કિસમિસ ખાવાથી શરીરમાં આવશે ઘોડા જેવી તાકાત, આ 4 વસ્તુઓ સાથે ખાવાથી ડબલ ફાયદા થશે

વિનેગર 

એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર ઉમેરીને પી લેવાથી એસિડનું સંતુલન જળવાઈ રહે છે અને એસિડિટીથી રાહત મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More