Dirgha Pranayama Benefits: દીર્ઘ પ્રાણાયામ ખાસ પ્રકારની સ્વાચ્છોશ્વાસની કસરત છે. જેને કરવાથી ફેફસાની શક્તિ વધે છે. અને શરીરમાં વધારે ઓક્સીજન પહોંચે છે. દીર્ઘ પ્રાણાયામ ભારતીય યોગ પરંપરાનો મહત્વનો ભાગ છે. વર્ષોથી યોગમાં દીર્ઘ પ્રાણાયામનું મહત્વ છે. ભારત સરકાર અને યોગ એક્સપર્ટ પણ આ પ્રાણાયામના ફાયદાને સ્વીકારે છે.
આ પણ વાંચો: માથું દુખતું હોય ત્યારે સુંઘો આ 5 માંથી કોઈ 1 છોડના પાન, સુગંધથી દુખાવામાં થશે રાહત
ભારત સરકારના જણાવ્યાનુસાર દીર્ઘ પ્રાણાયામ કરવાથી વ્યક્તિની ઉંમર લાંબી થઈ શકે છે. કારણ કે આ પ્રાણાયામ શરીરને અંદરથી મજબૂત બનાવે છે. જ્યારે તમે રોજ ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રેક્ટિસ કરો છો તો ફેફસાની ક્ષમતા વધે છે અને શરીરમાં પુરતા પ્રમાણમાં ઓક્સીજન જાય છે. તેનાથી શરીર અંદરથી હેલ્ધી રહે છે.
આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે
દીર્ઘ પ્રાણાયામ છાતી, ફેફસા અને મસલ્સને મજબૂત કરે છે. જ્યારે આપણે ઊંડા શ્વાસ ભરીએ છીએ ત્યારે ફેફસા પૂર્ણ રીતે ફેલાય છે અને તેની ક્ષમતા ધીરે ધીરે વધવા લાગે છે. સાથે જ ઊંડા શ્વાસ લેતી વખતે છાતી ખુલે છે અને શ્વાસ સંબંધિત બધા જ મસલ્સ એક્ટિવ થઈ જાય છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ 3 વસ્તુ અજમાવો, નસોમાં જામેલું બ્લોકેજ ઝડપથી સાફ થશે
સ્ટ્રેસ દુર કરે છે દીર્ઘ પ્રાણાયામ
દીર્ઘ પ્રાણાયામ નિયમિત કરવાથી સ્ટ્રેસ ઘણી હદે ઘટી શકે છે. જે લોકોને સ્ટ્રેસ રહેતો હોય તેમણે નિયમિત દીર્ઘ પ્રાણાયામ કરવું જોઈએ. દીર્ઘ પ્રાણાયામ મનને શાંત કરે છે અને મગજને રિલૈક્સ કરે છે. જ્યારે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ ત્યારે ધબકારા નોર્મલ થાય છે. દીર્ઘ પ્રાણાયામ કરવાથી ચિંતા, ચીડીયાપણું, બેચેની દુર થાય છે. તેનાથી શરીરમાં સ્ફુર્તિ રહે છે. દીર્ઘ પ્રાણાયામ કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર
કેવી રીતે કરવું દીર્ઘ પ્રાણાયામ?
દીર્ઘ પ્રાણાયામ કરવા માટે શાંત અને સ્વચ્છ જગ્યાએ આસન પાથરી સીધા સુઈ જવું. બંને હાથની હથેળીને પેટ પર રાખો. ધ્યાન રાખો કે તમારા બંને હાથની વચ્ચેની આંગળી નાભિ પાસે એકબીજાને સ્પર્શ કરતી હોય. હવે ધીરે ધીરે શ્વાસ છોડો અને પેટને ઢીલું મુકી દો. પછી ઊંડો શ્વાસ લેવો અને પેટને ફુલાવો. આ પ્રોસેસ 5 મિનિટ સુધી કરતા રહો. શ્વાસ લેતી શ્વાસ છાતીમાં, પાંસળીમાં અને પેટ સુધી પહોંચે તેના પર ફોકસ કરો. શ્વાસ છોડતી વખતે પણ આ જગ્યાઓ પર ફોકસ રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે