નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ થવા પર હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તેથી પોતાના હાર્ટનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. કાર્ડિયોવેસ્કુલર હેલ્થમાં સુધાર માટે ડોક્ટર્સ 2 ખાસ વાત માનવાની સલાહ આપે છે. જેનાથી તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખી શકો છો. આ બે કામ કરવાથી હાર્ટની બીમારીઓનો ખતરો ઓછો થાય છે. તેથી તમે તમારા હાર્ટને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખો. આવો ડોક્ટર પાસે જાણીએ હાર્ટને સ્વસ્થ રાખવા માટે શું કરવું જરૂરી છે?
મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ભૂમેશ ત્યાગીનું કહેવું છે કે સ્વસ્થ રહેવા માટે તમારે 2 કામ તમારી લાઇફસ્ટાઇલમાં જરૂર સામેલ કરવા જોઈએ. તેમાં ફિટનેસ અને હેલ્ધી ડાયટ સામેલ છે. આ બંને વસ્તુ હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
1. કસરત કરવીઃ હાર્ટની વાત હોય કે પછી ઓવરઓલ હેલ્થનો સવાલ હોય, સૌથી જરૂરી છે કસરત કરવી. તમે ગમે તે રીતે ખુદને ફિટ અને એક્ટિવ જરૂર રાખો. દિવસમાં ઓછામાં ઓછી 1 કલાક કસરત જરૂર કરો. જ્યારે તમે કસરત કરો તો હાર્ટને પંપ કરવામાં સરળતા રહે છે. તેનાથી બીપી ઓછું થાય છે અને હાર્ટ પર ઓછો દબાવ પડે છે. દરરોજ કસરત કરી તમે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડી શકો છો. લિવર હેલ્ધી રહે છે અને બધી બીમારીઓનો મૂડ મોટાપો પણ દૂર રહે છે.
આ પણ વાંચોઃ મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?
હાર્ટ માટે કસરતઃ આ માટે કોઈ ખાસ કસરત નથી. જો તમે દરરોજ માત્ર 45 મિનિટ વૉકિંગ, જોગિંગ અથવા કોઈપણ પ્રકારની હળવી કસરત કરો છો, તો તે પૂરતું છે. આટલું જ નહીં, સમયની અછત હોય ત્યારે અઠવાડિયામાં માત્ર 3-4 પ્રવૃત્તિઓ કરો તો ફાયદો થાય છે.
2. સારૂ ભોજનઃ હાર્ટને હેલ્ધી બનાવવું છે અને બીમારીઓથી બચવું છે તો ભોજન અને ખાનપાનની આદતોમાં ફેરફાર જરૂરી છે. તેવું ભોજન લો જે હાર્ટની કાર્યક્ષમતાને બનાવી રાખે. તે માટે વધુમાં વધુ શાકભાજી, ફળ, આખા અનાજને તમારી ડીશમાં સામેલ કરો. હેલ્ધી ફેટ્સ જેમ કે નટ્સ, સીડ્સ, ફેટી ફિશ, ઓલિવ ઓયલ અને એવોકાડો ખાવો.
આ વસ્તુથી રહો દૂર- બહારનું ખાવાથી દૂર રહો. ખાસ કરીને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ, જંક ફૂડ અને રિફાઇન્ડ ફૂડ્સ ખાવાનું બંધ કરી દો. ભોજનમાં નમક અને ખાંડનું ઓછું સેવન કરો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે