Haldi Water Health Benefits: માઇગ્રેન માસિક સમયે થતો દુખાવો અને શરીરના અન્ય દુખાવા અસહ્ય હોય છે. આ પ્રકારના દુખાવામાં ઘણા લોકોને દવા ખાવી પડે છે. પરંતુ આ પ્રકારના દુખાવાની દવા આપણા ઘરના રસોડામાં જ ઉપલબ્ધ છે. દરેક પ્રકારની રસોઈમાં ઉમેરવામાં આવતી હળદર શરીરને ફાયદો કરનાર છે. એક ચપટી હળદર પણ અસહ્ય એવા દુખાવાને દૂર કરી શકે છે. હળદરનું પાણી બનાવીને પીવામાં આવે તો માઈગ્રેન, માસિકના દુખાવા સહિતની સમસ્યાઓથી ઝડપથી રાહત મળે છે.
આ પણ વાંચો: Watermelon: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર પણ રસોઈમાં વપરાતી હળદર ઔષધીય ગુણ ધરાવતી વસ્તુ છે. હળદર દર્દ નિવારક પણ છે. હળદરનું આયુર્વેદમાં પણ મહત્વ છે. શરીરના કેટલાક દુખાવાને દૂર કરવાની સાથે હળદર ખતરનાક બીમારીઓથી રક્ષણ પણ કરે છે.
આ પણ વાંચો: Dry Eye: કલાકો સુધી રીલ્સ જોવાની આદત આંખ માટે મોટું જોખમ, તાત્કાલીક વાંચો આ ચેતવણી
માઈગ્રેન, સર્વાઇકલ અને મહિલાઓને માસિક સમયે થતી સમસ્યાઓમાં પણ હળદરનું પાણી દવાની જેમ અસર કરે છે. શરીરમાં થતા આ પ્રકારના દુખાવાને કાયમી ધોરણે બંધ કરવા હોય તો રોજ સવારે અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હળદરનું પાણી પી લેવું
આ પણ વાંચો: Vitamin B 12: દૂધમાં આ વસ્તુઓ ઉમેરી પીવાનું શરુ કરો, દવા વિના વધવા લાગશે વિટામિન B12
હળદરમાં રહેલું કર્ક્યુમીન શરીરમાં થતા સોજા અને દુખાવાને અટકાવે છે. શરીરમાં થતા અસહ્ય દુખાવામાં પણ હળદરનું પાણી પીવામાં આવે તો ફાયદો થાય છે. નિયમિત રીતે દિવસમાં બે વખત હળદરનું પાણી પીવાથી ધીરે ધીરે આ સમસ્યાઓ દૂર થવા લાગે છે.
આ પણ વાંચો: ઉનાળામાં પીવો અને પીવડાવો આ 3 જ્યૂસ, તડકા અને લૂના કારણે થતી સમસ્યાથી મળશે રાહત
કેવી રીતે બનાવવું હળદરનું પાણી ?
એક ગ્લાસ પાણીને ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર મિક્સ કરો. ગરમ પાણી પીવા જેવું હૂંફાળું થઈ જાય એટલે તેને પી જવું. હળદરનું પાણી પીધાની અડધી કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે