Home> Health
Advertisement
Prev
Next

Health Tips: પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

How to make ORS at home: ગરમીના કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ જાય કે પછી ડાયેરિયા થાય તો દર્દીને ઓઆરએસ આપવામાં આવે છે. ઓઆરએસ પીવાથી શરીરમાં તુરંત એનર્જી આવે છે. આ ઓઆરએસ ઘરે કેવી રીતે બનાવવું ચાલો જણાવીએ.
 

Health Tips: પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

How to make ORS at home: ઉનાળામાં પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ગરમીમાં શરીરનું પાણી ઝડપથી ઘટી જાય છે. ગરમીના કારણે ડિહાઈડ્રેશન, થાક, નબળાઈ, લૂ લાગવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો આવી તકલીફ થઈ જાય તો પછી ફક્ત પાણી પીવું પુરતું નથી. તેના માટે ઓઆરએસ પીવાની સલાહ આપવામાં આવે છે.

fallbacks

આ પણ વાંચો: Kidney Stone: પથરી કાઢવાનો વર્ષો જુનો આયુર્વેદિક નુસખો, રોજ પી લો આ ખાસ ડ્રિંક

ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઈડ્રેશન સોલ્યૂશન. તેનાથી બોડી ઝડપથી રિકવર કરે છે. મોટાભાગે લોકો ઓઆરએસ મેડિકલ સ્ટોરમાંથી ખરીદી લેતા હોય છે. પરંતુ જો તમારે પેકેટ ન ખરીદવું હોય તો શરીરને તુરંત એનર્જી આપે એવું ઓઆરએસ ઘરે પણ બનાવી શકો છો. 

આ પણ વાંચો: લિવરને નેચરલી ડિટોક્સ કરવું હોય તો સવારે ખાલી પેટ ખાવું આ ફળ, હેલ્ધી રહેશે લિવર

ઓઆરએસ પાણી, મીઠા અને ખાંડનું માપસરનું મિશ્રણ હોય છે જે શરીરને ઝડપથી હાઈડ્રેટ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર તેને પીવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે. ખાસ કરીને જ્યારે ઝાડા કે ઉલટીના કારણે શરીરમાંથી પાણી ઝડપથી ઓછું થઈ જાય છે ત્યારે આ પાણી પીવું જરૂરી છે. 

આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા ચહેરા પર દેખાતા 5 લક્ષણો

ઘરે ORS બનાવવાની રીત

 ઘરે ORS બનાવવા માટે 1 લીટર ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી લેવું અને તેમાં 6 નાની ચમચી ખાંડ ઉમેરો. સાથે જ અડધી ચમચી મીઠું ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી પાણીને હલાવો અને પછી દિવસ દરમિયાન ધીરે ધીરે આ પાણી પીતા રહો. એક વયસ્ક વ્યક્તિ દિવસ દરમિયાન આ રીતે બનાવેલું 2 કે 3 લીટર પાણી પી શકે છે. 

આ પણ વાંચો: આંખોમાં થતી આ સમસ્યાઓ ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય

ઘરે ઓઆરએસ બનાવો ત્યારે પાણીમાં ખાંડ અને મીઠાના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું. વધારે ખાંડ કે વધારે મીઠું નુકસાન કરી શકે છે. આ પાણી પીવા ઉપરાંત તબિયતને લઈને ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More