How To Reduce Period Cramps: મહિલાઓના જીવનમાં નિયમિત માસિક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. લગભગ 12 વર્ષની ઉંમરથી માસિકની શરૂઆત થાય છે અને લગભગ 40 થી 45 વર્ષની ઉંમર સુધી દર મહિને માસિકમાંથી મહિલાને પસાર થવું પડે છે. 4 થી 7 દિવસના માસિક ચક્ર દરમિયાન મહિલાઓને અસામાન્ય સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આ સમય દરમિયાન દુખાવો, થાક, નબળાઈ અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સમસ્યાઓને સામાન્ય ગણવામાં આવે છે પરંતુ મહિલાઓ માટે તેને સહન કરવી મુશ્કેલ હોય છે.
આ પણ વાંચો: આ 3 વસ્તુ સાથે લસણ ભુલથી પણ ન ખાતાં, લિવર થઈ જશે ડેમેજ, શરીરને થશે ગંભીર નુકસાન
માસિક દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે મહિલાઓ અલગ અલગ ઉપાયો અપનાવે છે. ઘણાને તો દુખાવો એટલો વધારે હોય કે દવા લેવી પડે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત એક ડાર્ક ચોકલેટ ખાઈને પણ તમે આ તકલીફોથી રાહત મેળવી શકો છો? એક રિપોર્ટ અનુસાર માસિક દરમ્યાન ડાર્ક ચોકલેટ ખાવાથી મહિલાઓને ઘણા બધા ફાયદા થાય છે.
આ પણ વાંચો: Acidity: અડધા ગ્લાસ દૂધમાં આ વસ્તુ ઉમેરી પી જાવ, 10 મિનિટમાં શાંત થઈ જશે એસિડિટી
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ડાર્ક ચોકલેટ સહિત કેટલાક એવા ફૂડ છે જેને ખાવાથી દુખાવો, સોજો અને સ્નાયુ પર આવતું દબાણ ઓછું કરી શકાય છે જેના કારણે માસિકના દુખાવામાં પણ રાહત મળે છે. પિરિયડ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ પણ સુધરે છે અને શારીરિક દુખાવાથી પણ રાહત મળી શકે છે. ડાર્ક ચોકલેટમાં એવા પોષક તત્વો હોય છે જે હોર્મોનલ બેલેન્સ અને બ્લડ ફ્લોને સુધારે છે.
આ પણ વાંચો: Liver Health: ઉનાળામાં ફક્ત ગરમીના કારણે જ નહીં લિવરના રોગના કારણે પણ ભૂખ નથી લાગતી
ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, આયરન, ફ્લેવેનોઈડ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ડાર્ક ચોકલેટ શરીર અને મગજ પર પોઝિટિવ અસર કરે છે. જ્યારે શરીર હોર્મોનલ ફેરફારમાંથી પસાર થાય છે તેમાં સમયે ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડમાં પણ ફાયદો થાય છે. તેથી જ દરેક યુવતીએ માસિક દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ ખાવાથી પિરિયડ ક્રેમ, બેચેની, મૂડ સ્વિંગ જેવી સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી મૂડ સારો રહે છે અને મગજ ઉપર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે