Teeth Tingling: આજકાલ દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઠંડુ અથવા ગરમ ખાધા પછી મોટાભાગના લોકોને દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ક્યારેક-ક્યારેક સેન્સિટિવિટીના કારણે ખોરાક ચાવવામાં મુશ્કેલી પણ થાય છે. ચાલો જાણીએ દાંતમાં સેન્સિટિવીટીના કારણો અને તેના બચાવના ઉપાય વિશે.
દાંતમાં સેન્સિટિવિટીના કારણો
વધુ મીઠાઈઓ ખાવાના શોખીન લોકોને હંમેશા દાંતોમાં સેન્સિટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે વધારે માત્રામાં ખાંડનું સેવન કરવાથી દાંતમાં સેન્સિટિવિટીનું કારણ બને છે.
દાંતમાં પહેલાથી જ સડોની સમસ્યા પણ દાંતમાં સેન્સિટિવિટીનું કારણ બની શકે છે. દાંતમાં સડો થવાના કિસ્સામાં ડોક્ટરની સલાહ લો અને સારવાર કરાવો.
રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ!
દાંતની સેન્સિટિવિટી માટેના ઉપાય
લવિંગનું તેલ
દાંતમાં સેન્સિટિવિટીથી રાહત મેળવવા માટે લવિંગનું તેલ ખૂબ જ અસરકારક છે. લવિંગના તેલમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-વાયરલ સહિત ઘણા ગુણો હોય છે, જે દાંતમાં સેન્સિટિવિટીથી રાહત આપે છે. લવિંગનું તેલ દાંત પર લગાવવાથી પેઢા પણ મજબૂત થાય છે.
નાળિયેર તેલ
દાંતની સેન્સિટિવિટીને ઓછી કરવા માટે નારિયેળ તેલ પણ ખૂબ અસરકારક છે. નાળિયેર તેલથી કોગળા કરવાથી સેન્સિટિવિટીમાં રાહત મળી શકે છે.
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી બન્યો ICC ક્રિકેટર ઓફ યર, 7 વર્ષ બાદ આવ્યું ભારતીયનું નામ
મીઠુંવાળું પાણી
મીઠું અને પાણીનું દ્રાવણ દાંતની સેન્સિટિવિટીને દૂર કરે છે. આ માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરીને કોગળા કરો.
ધીમે-ધીમે બ્રશ કરો
ક્યારેક ખોટી રીતે બ્રશ કરવાથી પણ દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. દાંતમાં સેન્સિટિવિટીને ઓછી કરવા માટે બ્રશ કરવાની રીતે બદલો. ધીમે-ધીમે બ્રશ કરો. દાંત સાફ કરવા માટે સોફ્ટ બ્રશનો ઉપયોગ કરો. હાર્ડ બ્રશ સમસ્યાઓનું કારણ બની શકે છે.
GK Quiz: એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે?
ડોક્ટર પાસે જાઓ
જો તમને 1 અઠવાડિયાની અંદર દાંતની સેન્સિટિવિટીથી રાહત ન મળે તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. કારણ કે તે કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે