Home> Health
Advertisement
Prev
Next

પિતાને ડાયાબિટીસ છે તો શું સંતાનને પણ થઈ જશે diabetes ની બીમારી? જાણી લો હકીકત

આજના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ભારતમાં પણ સુગરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે લોકોના મનમાં હંમેશા સવાલ થાય છે કે જો માતા-પિતાને ડાયાબિટીસ હોય તો સંતાનોને થઈ શકે છે?
 

પિતાને ડાયાબિટીસ છે તો શું સંતાનને પણ થઈ જશે diabetes ની બીમારી? જાણી લો હકીકત

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જે ઘણા પરિવારોમાં જોવા મળે છે. જ્યારે ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય, ખાસ કરીને માતા-પિતામાંથી કોઈને તો બાળકને આ ચિંતા થવા લાગે છે કે ક્યાંક તેને આ બીમારી ન થઈ જાય. ખાસ કરી જ્યારે પિતાને ડાયાબિટીસ હોય, તો સવાલ ઉઠે છે કે શું સંતાનોને પણ સુગર થઈ શકે છે? શું આ બીમારી પેઢી દર પેઢી આગળ વધે છે? આ સવાલ પર નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે જેનેટિક્સનું તેમાં યોગદાન હોય, પરંતુ લાઇફસ્ટાઇલનો પ્રભાવ ખૂબ વધુ છે.

fallbacks

એક્સપર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિના પરિવારમાં ડાયાબિટીસનો ઈતિહાસ છે, તો તેના સુગરનો શિકાર થવાની સંભાવના વધી જાય છે. પરંતુ તે સંપૂર્ણ રીતે નક્કી નથી કે પિતાને થનાર ડાયાબિટીસ સંતાનોમાં પણ વિકસિત થશે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન પ્રમાણે ટાઇપ-2 ડાયાબિટીસનો ખતરો પરિવારમાં જરૂર વધે છે, પરંતુ બેલેન્સ ડાયટ, નિયમિત વ્યાયામ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી તેને રોકી શકાય છે.

લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ
નિષ્ણાતોનું માનવું છે કે ડાયાબિટીસ માત્ર આનુવંશિકતાના કારણે નથી થતો. જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો આવનારી પેઢીને ચોક્કસ જોખમ છે, પરંતુ તેના મુખ્ય કારણોમાં અનિયમિત દિનચર્યા, સ્થૂળતા અને ખાવાની ખોટી આદતો છે. મેડલાઇન પ્લસ મુજબ, ટાઇપ 2 ડાયાબિટીસમાં આનુવંશિક પેટર્ન અસ્પષ્ટ છે, જો કે જે લોકોના માતાપિતા અથવા ભાઈ-બહેન આ રોગથી પીડાય છે તેઓને જોખમ વધારે છે.

આ પણ વાંચોઃ cholesterol: જો શરીરના આ ભાગમાં દુખાવો થતો હોય તો સમજો કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે

તમે કઈ રીતે બચી શકો?
જો તમારા પરિવારમાં ડાયાબિટીસનો ઈતિહાસ છે તો સતર્ક રહેવાની જરૂર છે. નિષ્ણાંતો કહે છે કે તમે તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી રાખી ડાયાબિટીસને રોકી શકો છો. તે માટે હેલ્ધી ડાયટ લો, જેમાં ફાઇબરથી ભરપૂર શાકભાજી, સંપૂર્ણ અનાજ, ઓછા ફેટવાળા પ્રોટીન અને હેલ્ધી ફેટનું સેવન કરો. સુગર પ્રોસેસ્ડ ફૂડ અને કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો.

વ્યાયામને બનાવો આદત
ડાયાબિટીસથી બચાવ માટે નિયમિત વ્યાયામ ખૂબ જરૂરી છે. સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ સુધી મધ્યમ ગતિનો વ્યાયામ (જેમ કે ઝડપી ચાલવું, સાયકલ ચલાવવી કે સ્વિમિંગ) કરો. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે અને ઇંસુલિન સેન્સિટિવિટીમાં સુધાર થાય છે.

લક્ષણોને ઓળખો
ડાયાબિટીસના શરૂઆતી લક્ષણોમાં વારંવાર પેશાબ આવવો, વધુ તરસ લાગવી, થાક, ઝાંખુ દેખાવું અને વજન ઘટવું સામેલ છે. જો તમારા પરિવારમાં ડાયાબિટીસનો ઈતિહાસ છે અને તમને લક્ષણનો અનુભવ થાય તો બ્લડ સુગર તપાસ કરાવો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More