Home> Health
Advertisement
Prev
Next

આ લોકોએ ન કરવું જોઈએ સોયાબીનનું સેવન, જો વધુ પ્રમાણમાં સેવન કરશો તો પેટ ભરીને પસ્તાશો

સોયાબીન ખાવાથી બ્લડ સુગરમાં ઘટાડો થઈ શકે છે, મેનોપોઝના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે,..સાથે જે લોકોને વજન ઓછું છે તે લોકો સોયાબીન ખાઈને વજન વધારી શકે છે..

આ લોકોએ ન કરવું જોઈએ સોયાબીનનું સેવન, જો વધુ પ્રમાણમાં સેવન કરશો તો પેટ ભરીને પસ્તાશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સોયાબીન ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલે તેને પોષક તત્ત્વોનો ખજાનો તરીકે ઓળખાય છે..સોયાબીનમાંથી સૌથી વધારે પ્રોટીન મળે છે. જે લોકો નોન વેજ ખાઈન પ્રોટીન મેળવતા હોય તેવા લોકો ડાયટમાં સોયાબીન સામેલ કરીને જરૂરી પ્રોટીન મેળવી શકે છે. સોયાબીન હાડકાને કમજોર નથી થવા દેતા..

fallbacks

સોયાબીન બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ઘટાડે છે
સોયાબીન ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. સાથે તમારૂ હૃદય પણ તંદુરસ્ત રહે છે. સોયાબીન ખાવાથી બ્લડ સુગરમાં ઘટાડો થઈ શકે છે, મેનોપોઝના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે,..સાથે જે લોકોને વજન ઓછું છે તે લોકો સોયાબીન ખાઈને વજન વધારી શકે છે..પરંતુ કેટલાક લોકોએવું પણ માને છે કે સોયાબીનને વધારે પ્રમાણમાં લેવાથી સ્તન કેન્સર, થાઇરોઇડનું જોખમ વધે છે. ફંક્શન ગડબડ થઈ જાય છે અને સોયાબીન પુરુષો માટે પણ સારું નથી.

આ લોકો ન કરે સોયાબીનનું સેવન
1- ગર્ભવતી મહિલા
ગર્ભવતી મહિલા અથવા પોતાના બાળકને દૂધ પીવડાવતી મહિલાઓ સોયાબીનનું સેવન ન કરવું જોઈએ...પ્રેગનેન્સીમાં વધુ પ્રમાણમાં સોયાબીન ખાવાથી બાળકના વિકાસમાં સમસ્યા થઈ શકે છે...સાથે ચક્કર આવવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે..તેથી ગર્ભવતી મહિલાઓ સોયાબીનનું સેવન કરે તે સૌથી સારૂ છે.

2-હૃદય રોગના દર્દી
સોયાબીનમાં ટ્રાંઝેટલ છે જે કોલેસ્ટરોલના લેવલમાં વધારો કરી શકે છે. તેથી જે લોકોને પહેલેથી હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તેમણે કોઈક વખત જ સોયાબીનનું સેવન કરવું જોઈએ..

3- અસ્થમાના દર્દી
જે લોકોને અસ્થમાની બિમારી હોય છે તેઓ સોયાની પ્રતિ એલર્જિક હોય છે. તેથી અસ્થમાના દર્દીઓ અને તાવ હોય તેવા દર્દીએ સોયાબીનનું સેવન કરવું જોઈએ..

4- પથરી
સોયાબીન અને તેના ઉત્પાદનો અતિશય સેવનથી પથરી થવાનું જોખમ વધે છે કારણ કે તેમાં કારણ કે તેમાં મોટા પ્રમાણમાં ઓક્સાલેટ નામના કેમિકલ જોવા મળે છે.આ સિવાય કોઈને પહેલેથી કિડનીની બિમારી હોય તે લોકોએ સોયાબીનનું સેવન કરવું જોઈએ...

5- પૂરૂષોએ પણ વધુ પ્રમાણ ન કરવું સેવન
સોયાબીનમાં ફાયટોસ્ટ્રોજન નામ કેમિકલ મળી આવે છે. વધારે માત્રામાં તેનું સેવન કરવાથી પુરુષોના વીર્ય ની ગુણવત્તા ઘટી શકે છે. ઉપરાંત, વધુ સોયાબીન ખાવાથી જાતીય ક્ષમતાને અસર થાય છે.આ સિવાય કેટલાક સંશોધનોએ એવો દાવો પણ કર્યો છે કે સોયાબીનનું વધારે પ્રમાણમાં સેવન
પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More