Gastric Headache Home Remedy: આજની અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહાર શૈલીના કારણે ગેસ અને એસિડિટી જેવી સમસ્યા વારંવાર થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને એસિડિટી અને ગેસના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. બોલચાલની ભાષામાં આ સ્થિતિને ઊંધો ગેસ ચઢવો કહેવાય છે. ઘણી વખત પેટમાં ગેસ વધે ત્યારે પેટને બદલે માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. ગેસના કારણે માથામાં તીવ્ર દુખાવો થાય છે. જે લોકોને વારંવાર ઊંધો ગેસ થતો હોય અને ગેસના કારણે માથું દુખતું હોય તેમના માટે આ નુસખા કામના છે. આજે તમને કેટલાક એવા અસરદાર ઉપાયો જણાવીએ જેને કરવાથી ગેસ્ટ્રીક હેડેક એટલે કે ગેસના કારણે થતા માથાના દુખાવાથી તુરંત રાહત મળે છે.
આ પણ વાંચો: કિડની, લિવરને હેલ્ધી રાખે છે આ પીળા ફુલવાળો છોડ, ખૂબ ઓછા લોકો જાણે આ જડીબુટ્ટી વિશે
ગેસ્ટ્રીક હેડેક થવાના કારણ
જ્યારે પેટમાં વધારે ગેસ બને છે અને તે ડાયાફ્રામ એટલે કે ફેફસાની નીચેની માસંપેશી પર પ્રસર બનાવે છે તો આ પ્રેશર શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. જેના કારણે માથું પણ દુખવા લાગે છે. જો ગેસ માથા સુધી પહોંચી જાય તો ચક્કર આવવા, ઉલ્ટી થવી અને નબળાઈ પણ અનુભવાય છે.
આ પણ વાંચો: Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત
ગેસના કારણે માથું દુખે તો શું કરવું ?
- જો ગેસના કારણે માથામાં તીવ્ર દુખાવો થવા લાગે તો સૌથી પહેલા કપડામાં થોડા બરફના ટુકડા બાંધીને માથા પર શેક કરો. તેનાથી માથાની નસોને ઠંડક મળશે અને માથાના દુખાવાથી રાહત અનુભવાશે.
- ગેસના કારણે માથામાં દુખાવો થતો હોય તો વધારે પાણી પીવાનું રાખો. પાણી સિવાય તમે લીંબુ શરબત અથવા તો નાળિયેર પાણી પણ પી શકો છો. શરીર પ્રવાહીના માધ્યમથી હાઇડ્રેટ થશે તો માથાનો દુખાવો પણ ઓછો થવા લાગશે.
આ પણ વાંચો: આ 5 વસ્તુઓ ખાવાનું શરુ કરી દો, 100 ની સ્પીડ ઘટશે યુરિક એસિડ, શરીર થશે ડિટોક્સ
- ગેસના કારણે માથું વધારે પડતું દુખતું હોય તો 1 ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી હિંગ મિક્સ કરીને પી જવું. હિંગ વાળું પાણી પીવાથી ગેસ તુરંત જ બહાર નીકળી જાય છે. અને માથાના દુખાવામાં રાહત થઈ જાય છે.
- તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તુલસીની ચા પીવાથી પણ પેટ શાંત થાય છે અને માથાનો દુખાવો પણ મટી શકે છે.
આ પણ વાંચો: મગજ શાંત રાખવાથી લઈ શરીરને આરામ આપે છે ચાંદી, જાણો ચાંદી પહેરવાથી શરીરને થતા લાભ
કઈ વાતોનું રાખવું ધ્યાન ?
જો કોઈને દર થોડા થોડા દિવસે ગેસના કારણે માથામાં દુખાવાની સમસ્યા થતી હોય તો તેમણે લાઈફસ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. જેમકે વધારે પ્રમાણમાં તળેલું કે મસાલેદાર ભોજન કરવાનું ટાળો. ભોજન હંમેશા સમયસર કરી લેવું અને વ્યવસ્થિત ચાવીને ખાવું. જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય તેમણે વધારે સમય સુધી ભૂખ્યા રહેવું નહીં. નિયમિત રીતે એક્સરસાઇઝ અથવા તો યોગ કરવાનું રાખો. જેથી શરીર એક્ટિવ રહે અને ખાધેલો ખોરાક બરાબર પચે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે