Nose Health Issues: નાક આપણા શરીરનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જે આપણને શ્વાસ લેવામાં, સૂંઘવામાં અને બોલવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નાક સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની માહિતી પણ આપે છે. એક નવી સ્ટડીથી ખબર પડે છે કે તમારી સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો ઓછામાં ઓછી 139 અથવા વધુ ગંભીર મેડિકલ સ્થિતિઓની નિશાની હોઈ શકે છે.
વાસ્તવમાં, ફ્રન્ટિયર્સ ઇન મોલેક્યુલર ન્યુરોસાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં તેનો ખુલાસો થયો છે. આ બીમારીઓમાં અલ્ઝાઈમર, પાર્કિન્સન રોગ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, હૃદય રોગ, COVID-19 અને અન્યનો સમાવેશ થાય છે.
નાક જણાવે છે આરોગ્યની સ્થિતિ
અધ્યયન અનુસાર, જો આપણે કોઈ વસ્તુની સુગંધ અથવા ગંધ પારખવામાં ઉણા ઉતરી રહ્યા છીએ તો તે ઘણી બીમારીઓનું લક્ષણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જે લોકોને પાર્કિન્સન રોગ છે, તેમની સૂંઘવાની ક્ષમતા ઘટી જાય છે. જ્યારે, અલ્ઝાઈમરના કિસ્સામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થઈ શકે છે, જેમાં નાકને પણ અસર થઈ શકે છે.
શું કહે છે અભ્યાસ?
અન્ય એક સંશોધનમાં ગંધ અને બળતરા વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. અભ્યાસ મુજબ, જ્યારે સંશોધકોએ સૂંઘવાની ક્ષમતા ઓછી થવાથી જોડાયેલી તમામ 139 મેડિકલ કન્ડીશનને જોયું તો તે તમામમાં કોઈને કોઈ રીતની બળતરામાં સામેલ હતી. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિન ખાતે ચાર્લી ડનલેપ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સના લેખક અને પ્રોફેસર એમેરિટસ માઈકલ લિયોને જણાવ્યું હતું કે સૂંઘવાની ક્ષમતામાં વધારો કરવાથી પુખ્ત વયના લોકોની યાદશક્તિમાં 226 ટકા સુધારો થઈ શકે છે.
139 મેડિકલ કન્ડીશન્સમાં અમુક પ્રમુખ બિમારીઓ...
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે