Home> Health
Advertisement
Prev
Next

Heart Attack Treatment: આ 2 બાબત નજરઅંદાજ કરવાથી રહે છે જીવને જોખમ, થઇ જાઓ એલર્ટ

Heart Attack Treatment: કેટલાક લોકો પોતાના વ્યસ્ત જીવનમાં હેલ્થને મહત્વ આપતા હોતા નથી. જેના કારણે મોટાભાગાના લોકોને હૃદય રોગની બીમારી થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર આ બે વસ્તુ ફોલો કરવાથી તમે હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકો છો. તો આવો જાણીએ...

Heart Attack Treatment: આ 2 બાબત નજરઅંદાજ કરવાથી રહે છે જીવને જોખમ, થઇ જાઓ એલર્ટ

Heart Attack Treatment: હાર્ટ એટેક આવવો હવે ખુબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. જેવું તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે તેની સાથે સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાંથી બચવા માટે કેટલાક લોકો પોતાનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ત્યારે કેટલાક લોકો પોતાના વ્યસ્ત જીવનમાં હેલ્થને મહત્વ આપતા હોતા નથી. જેના કારણે મોટાભાગાના લોકોને હૃદય રોગની બીમારી થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, માત્ર આ બે વસ્તુ ફોલો કરવાથી તમે હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકો છો. તો આવો જાણીએ...

fallbacks

બદલવી પડશે લાઈફસ્ટાઈલ
સૌથી પહેલા તમારે તમારી લાઈફસ્ટાઈલમાં ફરેફાર કરવો પડશે. આ સૌથી જરૂરી વાત છે કારણ કે હાલ તમે જે લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છો તેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. યોગ્ય સમયે ભોજન ન કરવું અને યોગ્ય સમય પર ચાલવા ન જવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. એટલું જ નહીં કેટલાક લોકો કામમાં એટલા વ્યસ્ત રહે છે કે, સમય પર સુવાનું પણ ભૂલી જાય છે. જેના કારણે આ પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડી શકે છે.

માત્ર 228 રૂપિયાના રિચાર્જમાં આખુ વર્ષ વાપરો તમામ સુવિધા, વધુ પડતા ખર્ચમાંથી છૂટકારો

એક્સરસાઈઝ છે જરૂરી
કેટલાક લોકો પોતાના જીવનમાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના શરીરને સ્વસ્થ રાખવા માટે 10 મીનિટનો પણ સમય કાઢી શકતા નથી. જેના કારણે તેમને ઘણા પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે હાર્ટ એટેક. ત્યારે જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું છે તો તમારે એક્સરસાઈઝ કરવાની આદત પાડવી પડશે. ભલે પછી તમે 10 મીનિટથી શરૂ કરો, પરંતુ આ ફેરફાર કરવો જ પડશે નહીં તો હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More