Health Tips For Diabetes:ડાયાબિટીસ એક ક્રોનિક મેટાબોલિક બીમારી છે જેમાં ખરાબ ડાયેટ, ખરાબ લાઈફસ્ટાઈલ અને સ્ટરચના કારણે શુગર હાઈ થઈ શકે છે. ડાયાબિટીસની બીમારીમાં શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોની ખામી સર્જાય છે અથવા તો ઇન્સ્યુલિન હોર્મોન બરાબર કામ કરતા નથી. ડાયાબિટીસ થઈ જાય તો વ્યક્તિએ બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે તે વાતનું ધ્યાન રાખવું પડે છ. ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ડાયટ પર ધ્યાન આપવું જરૂરી હોય છે.
આ પણ વાંચો: Yoga Asana: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો
હેલ્થ એક્સપર્ટ અનુસાર ડાયટમાં કેટલાક ફૂડનો સમાવેશ કરવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. ડાયટમાં એવા ફૂડનો સમાવેશ કરવો જોઈએ જેમાં પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય. આ પોષક તત્વો બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો પ્રાથમિક સારવાર, આ 3 કામ તો સૌથી પહેલા કરો
ડાયાબિટીસમાં જો બ્લડ સુગર લેવલ વધ ઘટ સતત થતું હોય તો દર્દીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બ્લડ સુગર વધ ઘટ થતું હોય તો ભૂખ વધારે લાગવી, મૂડ સ્વીંગ, નસોને નુકસાન, કિડનીના રોગ અને હાર્ટના રોગની સંભાવના પણ વધી જાય છે. જે લોકોનું ફાસ્ટિંગ સુગર વધારે રહેતું હોય તેમણે ડાયેટમાં 4 ફૂડ નો સમાવેશ કરવો જોઈએ. ડોક્ટરનું જણાવું છે કે આ ચાર ફૂડ ખાવાથી ફાસ્ટિંગ સુગર કંટ્રોલમાં રહી શકે છે. આ ચાર ફૂડ કયા છે ચાલો જાણીએ.
આ પણ વાંચો: બંધ નાકથી પરેશાન છો? ફોલો કરો ડોક્ટરે જણાવેલી આ 5 સરળ ટીપ્સ, 5 મિનિટમાં નાક ખુલી જશે
કઠોળ અને દાળ
કઠોળ અને દાળમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. કાર્બ્સથી ભરપૂર આ ફૂડ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. બીન્સ અને દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે પાચનની ગતિને સ્લો કરે છે અને બ્લડ સુગરના અવશોષણને નિયંત્રિત કરે છે.
આ પણ વાંચો: Lung Cancer Symptoms: ફેફસામાં કેન્સર વધવાની શરુઆત થાય ત્યારે દેખાતા 5 સંકેત
એવોકાડો
એવોકાડો ખાવાથી પણ બ્લડ સુગર અને નોર્મલ રાખવામાં મદદ મળે છે. 200 ગ્રામ એવોકાડોમાં લગભગ 13.5 ગ્રામ ફાઇબર હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ ઓછું હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એવોકાડોમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે.
આ પણ વાંચો: Cardiac Arrest: કાર્ડિયાક અરેસ્ટના 5 સૌથી મોટા રિસ્ક ફેક્ટર્સ વિશે જાણો
ગ્રીક યોગર્ટ
ગ્રીક યોગર્ટમાં સામાન્ય દહીંની સરખામણીમાં બમણું પ્રોટીન હોય છે. હાઈ પ્રોટીન ફૂડ હોવા ઉપરાંત ગ્રીક યોગર્ટ પ્રોબાયોટિક્સ થી ભરપૂર હોય છે. ગ્રીક યોગર્ટના પ્રોબાયોટિક્સ આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે અને આંતરડાના સોજાને કંટ્રોલ કરે છે. તે શરીરની ઇન્સ્યુલિન સેન્સિટી વધારે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Water: દિવસમાં આ 5 સમયે પાણી પીવું સૌથી જરૂરી, શરીરને થશે અગણિત લાભ
સી ફૂડ
બ્લડ શુગર નોર્મલ રાખવા માટે સી ફૂડ જેવી કે ટુના, સલમાન, કોડ ફીશનો ડાયટમાં સમાવેશ કરી શકાય છે. સી ફૂડમાં જે પ્રોટીન અને હેલ્થી ફેટ હોય છે જે બ્લડ સુગર નોર્મલ રાખવામાં મદદ કરે છે. જે લોકો સી ફૂડનું સેવન ન કરતા હોય તેવો ફીશ ઓઇલ સપ્લીમેન્ટનો ઉપયોગ પણ ડોક્ટરની સલાહ લીધા પછી કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે