Home> Health
Advertisement
Prev
Next

કોલેસ્ટ્રોલ વધતા પહેલા શરીર ચીસો પાડીને આપે છે આ 5 સંકેત! જો તમને પણ અનુભવાય તો સતર્ક થજો

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી તમારા શરીરમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ આવી શકે છે. કોલેસ્ટ્રોલનું સ્તર જોખમી બને તે પહેલા શરીર અનેક સંકેત આપે છે. જાણો વિગતો...

કોલેસ્ટ્રોલ વધતા પહેલા શરીર ચીસો પાડીને આપે છે આ 5 સંકેત! જો તમને પણ અનુભવાય તો સતર્ક થજો

કોલેસ્ટ્રોલ એક પ્રકારની ફેટ છે જે આપણા શરીરમાં મળી આવે છે. તે કોશિકાઓના નિર્માણ અને હોર્મોન્સના ઉત્પાદન માટે જરૂરી છે. જ્યારે  કોલેસ્ટ્રોલનું સ્તર ઘણું વધી જાય તો તે ધમનીઓમાં ગંઠાઈ શકે છે અને હ્રદય રોગના જોખમને વધારી શકે છે. અત્રે જણાવવાનું કે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા માટે તો શરીર ચીસો પાડીને ચેતવણી આપતું હોય છે. અહીં એવા પ્રાથમિક 5 જેટલા  લક્ષણો જે તમારે જાણવા જરૂરી છે. 

fallbacks

કોલેસ્ટ્રોલ વધવાના શરૂઆતની લક્ષણો

1. પગમાં દુખાવો
વધુ કોલેસ્ટ્રોલ પગમાં લોહીના પ્રવાહને ઘટાડી શકે છે. જેના કારણે દુખાવો અને કળતર થઈ શકે છે. આ દુખાવો સામાન્ય રીતે ચાલતી વખતે થાય છે અને આરામ કરવા પર ઘટી જાય છે. 

2. પગમાં ઝણઝણાટી
કોલેસ્ટ્રોલ વધવા લાગે તો પગ અને તળિયામાં નસોને નુકસાન પહોંચી શકે છે. જેનાથી સુન્નપણું અને ઝણઝણાટી થઈ શકે છે. આ લક્ષણ ડાયાબિટીસવાળામાં પણ જોવા મળતા હોય છે. 

3. ત્વચાનો રંગ બદલાવો
ઉચ્ચ કોલેસ્ટ્રોલ ત્વચામાં લોહીનો પ્રવાહ ઘટાડી શકે છે. જેનાથી ત્વચા પીળી કે વાદળી જોવા મળી શકે છે. આ પરિવર્તન સામાન્ય રીતે પગ અને હાથમાં જોવા મળી શકે છે. 

4. આંખ નીચે પીળા ધબ્બા
ઉચ્ચ કોલેસ્ટ્રોલ આંખની આસપાસ પીળા ધબ્બા (જેન્થિલાસ્મા)નું કારણ બની શકે છે. આ ધબ્બા કોલેસ્ટ્રોલ જામવાના કારણે થાય છે. 

5.  છાતીમાં દુખાવો
ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં ગઠ્ઠા બનાવી શકે છે. જેનાથી છાતીમાં દુખાવો (એન્જાઈના) થઈ શકે છે. આ દુખાવો સામાન્ય રીતે શારીરિક ગતિવિધિ વખતે થતો હોય છે અને આરામ કરો તો ઓછો હોય છે. 

જો તમે આવા કોઈ લક્ષણનો અનુભવ કરી રહ્યા હોવ તો ડોક્ટરને મળીને વાત કરવી જરૂરી છે. તેઓ તમારા  કોલેસ્ટ્રોલના સ્તરની ચકાસણી કરશે અને જો જરૂરી હોય તો સારવાની ભલામણ કરી શકે છે. 

કેવી રીતે ઘટાડવું કોલેસ્ટ્રોલ

- સ્વસ્થ આહાર લો
- નિયમિત વ્યાયામ કરો
- ધ્રુમપાન ન કરો
- સ્વસ્થ વજન જાળવી રાખો
- જો જરૂરી હોય તો દવા લો.

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More