Home> Health
Advertisement
Prev
Next

માત્ર 1 ચમચી આ પાવડરને દહીંમાં મિક્સ કરીને ખાઓ, વિટામિન B12 ની ઉણપ કુદરતી રીતે દૂર થશે

Vitamin B12: અહીં અમે તમને એક પ્રાકૃતિક રીત જણાવી રહ્યા છીએ, જે શરીરમાં વિટામિન B12 ની માત્રા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

માત્ર 1 ચમચી આ પાવડરને દહીંમાં મિક્સ કરીને ખાઓ, વિટામિન B12 ની ઉણપ કુદરતી રીતે દૂર થશે

Vitamin B12 Remedy: વિટામિન B12 આપણા શરીર માટે જરૂરી પોષક તત્વમાંથી એક છે. આ ખાસ વિટામિન નસોને મજબૂત બનાવે છે, લોહીમાં રેડ બ્લડ સેલ્સ બનાવે છે અને મગજને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. પરંતુ આજના સમયમાં વિટામિન B12 ની ઉણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઉણપ વધુ જોવા મળે છે, કારણ કે B12 મુખ્ય રૂપથી નોન-વેજ ફૂડમાં જોવા મળે છે. તેની ઉણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામીન B12 ની ઉણપને કારણે ચક્કર આવવા, હાથ-પગમાં કળતર, યાદશક્તિ ગુમાવવી જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં અમે તમને કુદરતી રીતે શરીરમાં વિટામિન B12 ની માત્રા વધારવાની એક સરળ રીત જણાવી રહ્યા છીએ. ચાલો તેના વિશે જાણીએ-

fallbacks

શરીરમાં કઈ રીતે વધારશો વિટામિન બી12?
જો તમે કોઈ મોંઘા સપ્ટિમેન્ટ વગર નેચરલ રીતે વિટામિન બી12ની માત્રા વધારવા ઈચ્છો છો તો તે માટે દરરોજ દહીંમાં એક નાની ચમચી આમળા પાઉડર નાખી સેવન કરી શકો છો.

કઈ રીતે પહોંચે છે ફાયદા?
ઘણા રિસર્ચ જણાવે છે કે દહીંમાં વિટામિન B12 ની સારી માત્રા હોય છે. 100 ગ્રામ દહીંમાં લગભગ 0.5 માઇક્રોગ્રામ બી12 હોય છે. તેવામાં દરરોજ દહીં ખાવાથી તમને નેચરલ રીતે વિટામિન બી12 ની કમી દૂર કરવામાં મદદ મળી શકે છે.

તો તમે સારૂ પરિણામ મેળવવા માટે દહીંમાં 1 ચમચી આમળા પાઉડર નાખી ખાઈ શકો છો. આમળા બોડીમાં સીધી રીતે વિટામિન બી12 બનતું નથી. જો કે, તેમાં વિટામીન સી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે ખાવાથી વિટામિન બી 12ને શોષવામાં મદદ કરે છે. આનો અર્થ એ છે કે આમળા ખોરાકમાંથી વિટામિન B12 વધુ સારી રીતે શોષવામાં સક્ષમ છે.

આ પણ વાંચોઃ જો શરીરમાં જોવા મળે આ લક્ષણ તો સમજો ફેલ થવા લાગી છે કિડની! તત્કાલ કરાવો સારવાર

આ સિવાય આમળામાં કોબાલ્ટ નામનું મિનરલ પણ થોડી માત્રામાં જોવા મળે છે, જે વિટામિન B12 નો એક જરૂરી ભાગ છે. તેનાથી શરીરને B12 ને એક્ટિવ રૂપમાં ઉપયોગ કરવામાં મદદ મળે છે. તેવામાં દહીં અને આમળાનું કોમ્બિનેશન શરીરમાં વિટામિન બી12ની માત્રા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન
દહીં-આમળા વિટામિન બી12ની કમી દૂર કરવા માટે એક નેચરલ, સુરક્ષિત અને સહાયક રીત છે. પરંતુ જો તમને ગેસ-એસિડિટીની ગંભીર સમસ્યા છે તો આ બંને વસ્તુનું એક સમય પર એક સાથે સેવન કરવાથી બચો

જો તમારા શરીરમાં વિટામિન બી12ની ઉપણ વધુ હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More