Home> Health
Advertisement
Prev
Next

Ischemic Heart: કોવિડ કરતાં પણ ઘાતક છે આ બીમારી, હૃદય થઈ જાય પથ્થર જેવું કઠણ, જાણો લક્ષણો અને ઉપાય વિશે

Ischemic Heart Disease: છેલ્લા કેટલાક વર્ષોથી કોવિડ 19 ને જીવલેણ વાયરસ તરીકે જોવામાં આવે છે. પરંતુ હકીકતમાં જે બીમારી દર વર્ષે સૌથી વધારે મોતનું કારણ  બને છે તે કોવિડ કરતાં પણ ખતરનાક છે. આ સમસ્યા છે ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ. 
 

Ischemic Heart: કોવિડ કરતાં પણ ઘાતક છે આ બીમારી, હૃદય થઈ જાય પથ્થર જેવું કઠણ, જાણો લક્ષણો અને ઉપાય વિશે

Ischemic Heart Disease: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ એક યાદી જાહેર કરી છે જેમાં એવી 10 બીમારીઓનું નામ છે જે દુનિયાભરમાં સૌથી વધુ લોકોના મૃત્યુનું કારણ બને છે. આ રીપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર 2021 માં દુનિયાભરમાં થયેલા કુલ 68 લાખ મોતનું કારણ આ બીમારીઓ હતી. અને તેમાં સૌથી વધારે મોત ઈસ્કેમિક હાર્ટ ડિસીઝના કારણે થયા છે. 

fallbacks

આ પણ વાંચો:  Surya Namaskar: રોજ ફક્ત સૂર્ય નમસ્કાર કરવાનું રાખો, શરીરમાં તુરંત દેખાશે આ 8 ફેરફાર

ઈસ્કેમિક હાર્ટ ડિસીઝના કારણે વર્ષ 2000 માં પણ લાખ લોકોનો જીવ ગયો હતો. વર્ષ 2021 માં આ સંખ્યા વધી 91 લાખ થઈ હતી. જ્યારે કોવિડથી 8 લાખ લોકોના મોત થયા હતા. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે હાર્ટ એટેક કે ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ કોરોના વાયરસ કરતાં પણ વધારે ખતરનાક છે અને લોકોનો જીવ જવાનું કારણ છે. 

આ પણ વાંચો:જે લોકોને આ 5 બીમારી હોય તેમણે રોજ કરવું જોઈએ પવનમુક્તાસન, દવા વિના સમસ્યા દુર થશે

સૌથી વધુ જીવ લેતી બીમારીઓ

ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ
કોવિડ 19
સ્ટ્રોક
ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ
લંગ કેન્સર
ડાયાબિટીસ
કિડની ડિસીઝ
ટીબી
એઈડ્સ

આ પણ વાંચો: Health Tips: રોજ સવારે બસ આ 2 ડ્રાયફ્રુટ ખાઈ લો, ઓવરઓલ હેલ્થ સુધરી જશે

શું છે ઈસ્કેમિક હાર્ટ ડિસીઝ  ?

ઈસ્કેમિક હાર્ટ ડિસીઝમાં બ્લડ ફ્લો ઘટી જવાના કારણે હાર્ટ નબળું પડવા લાગે છે. સામાન્ય રીતે બેડ કોલેસ્ટ્રોલ વધી જવાના કારણે આવું થાય છે. નસોમાં પ્લાક જમા થવાથી બ્લડ સર્કુલેશન બરાબર રીતે થતું નથી જેના કારણે દર્દીને છાતીમાં દુખાવાથી લઈને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળે છે. આ બીમારીના ઈલાજમાં દવા, એંજિયોપ્લાસ્ટી, સર્જરી અને લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. 

આ પણ વાંચો: Anulom Vilom: રોજ સવારે 5 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરને થતી પોઝિટિવ અસર

ઈસ્કેમિક હાર્ટ ડિસીઝથી બચવાનો અને હાર્ટને હેલ્ધી રાખવાનો ઉપાય

હાર્ટને હેલ્ધી રાખવા માટે સૌથી પહેલા આહાર પર ધ્યાન આપવું. આ સાથે નિયમિત એક્સરસાઈઝ કરવી જરૂરી છે. જો તમે ઈસ્કેમિક હાર્ટ ડિસીઝથી બચવા માંગો છો તો રોજ ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More