Home> Health
Advertisement
Prev
Next

Jamun Seeds: જાંબુ કરતાં વધારે ફાયદો કરે તેના ઠળિયા, શુગર-પથરીમાં આ રીતે કરી શકો છો ઉપયોગ

Jamun Seeds Benefits: જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવાની જોરદાર રીત આજે તમને જણાવીએ. ફક્ત 15 દિવસના આ નુસખા વિશે એવું કહેવાય છે કે તેનાથી શુગર અને પથરી જેવી સમસ્યામાં ફાયદો થઈ શકે છે. આ નુસખો કયો છે ચાલો જાણીએ.
 

Jamun Seeds: જાંબુ કરતાં વધારે ફાયદો કરે તેના ઠળિયા, શુગર-પથરીમાં આ રીતે કરી શકો છો ઉપયોગ

Jamun Seeds Benefits: જાંબુ એવું ફળ છે જે ડાયાબિટીસના દર્દી માટે વરદાન ગણાય છે. ફળ ઉપરાંત તેનો ઠળિયો પણ આયુર્વેદિક ગુણ ધરાવે છે. જાંબુ સ્વાદમાં મીઠા હોય છે તેમ છતાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે. જાંબુ એવું ફળ છે જેનો ઠળિયો પણ હેલ્થની બાબતમાં લાભ કરનાર ગણાય છે. જાંબુના ઠળિયાનો ઉપયોગ કરવાની અલગ અલગ રીતો હોય છે જેમાંથી એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

fallbacks

આ પણ વાંચો:માથું દુખતું હોય ત્યારે સુંઘો આ 5 માંથી કોઈ 1 છોડના પાન, સુગંધથી દુખાવામાં થશે રાહત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જાંબુના ઠળિયાનો આ નુસખો જણાવેલો છે. જેમાં કહેવાયું છે કે 15 દિવસ જાંબુના ઠળિયાને આ રીતે લેવાથી શુગર, પથરી જેવી સમસ્યામાં રાહત થાય છે. 

આ પણ વાંચો: Lung Cancer Symptoms: ફેફસામાં કેન્સર વધવાની શરુઆત થાય ત્યારે દેખાતા 5 સંકેત

જે વીડિયો વાયરલ થયો છે તે અનુસાર જાંબુના ઠળિયાને ફેંકવાને બદલે તેને પાણીથી બરાબર સાફ કરી અને તડકામાં સુકવી લેવા. ઠળિયા સુકાઈ જાય પછી તેને પીસી લો અને પાવડર બનાવી લો. આ પાવડરને એર ટાઈટ કંટેનરમાં ભરી લેવો અને રોજ સવારે ખાલી પેટ દૂધ અથવા પાણી સાથે 1 ચમચી પાવડર ખાવો. 15 દિવસ આ કામ કરવાથી તબિયતમાં સુધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Yoga Asana: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો

હેલ્થ એક્સપર્ટ અનુસાર આયુર્વેદમાં પણ જાંબુના ઠળિયાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. જાંબુના ઠળિયાથી થતા લાભ અંગે રિસર્ચ પણ થઈ છે. જેમાં માનવામાં આવ્યું છે કે જાંબુના ઠળિયામાં એન્ટી ડાયાબિટિક અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જાંબુના ઠળિયામાં જંબોલિન અને જંબોસિન નામનું તત્વ હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઈંસુલિનની અસરને સુધારે છે. આ પાવડર યુરિનને સાફ કરે છે જેના કારણે કિડની સંબંધિત સમસ્યામાં પણ લાભ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More