Home> Health
Advertisement
Prev
Next

Jeera Water: સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી 2 ગંભીર બીમારીનું ઘટી જાય છે જોખમ, જાણો કઈ રીતે તૈયાર કરવું

Jeera Water Benefits: જીરું શાકનો સ્વાદ વધારવાનો મસાલો જ નથી. તેનું સેવન ખાસી રીતે કરવાથી ફાયદો પણ થાય છે. સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી વજન ઘટે છે અને બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. 
 

Jeera Water: સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી 2 ગંભીર બીમારીનું ઘટી જાય છે જોખમ, જાણો કઈ રીતે તૈયાર કરવું

Jeera Water Benefits: ઘણા લોકોની તાસીર જ એવી હોય છે કે કંઈપણ કરે વજન ઘટવાનું નામ નથી લેતું. કેટલાક લોકો ઓછો ખોરાક લેતા હોય તો પણ વજન વધી જાય છે. આવું થતું હોય તો સમજી લેવું કે મેટાબોલિઝમ સ્લો છે. મેટાબોલીઝમને બુસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ છે જીરું. જીરું ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે અગણિત ફાયદા પણ કરે છે. 

fallbacks

આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

જીરામાં એન્ટી બેક્ટીરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. તેનાથી ગેસ, બ્લોટિંગ અને એસિડિટી ઓછી થાય છે. જીરું ખાવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. જીરાનું પાણી પીવાથી ચા પીવાની ક્રેવિંગ પણ શાંત થાય છે. 

આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

રોજ સવારે ખાલી પેટ જીરાનું પાણી અથવા જીરાની ચા પીવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જીરાનું પાણી પીવાથી વજન ઓછું થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જો મેટાબોલિઝમ સ્ટ્રોંગ હોય તો શરીરમાં ફેટ જામતું નથી. આ ઉપરાંત જીરાનું પાણી સવારે પીવાથી અન્ય ગંભીર બીમારીમાં પણ રાહત થાય છે. 

આ પણ વાંચો: Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

જીરાનું પાણી કેવી રીતે બનાવવું ?

જીરાનું પાણી તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણી લઈ તેમાં 1 ચમચી જીરું ઉમેરો. આ પાણીને આખી રાત ઢાંકી રાખો. સવારે આ પાણી ઉકાળો અને પછી હુંફાળુ ગરમ હોય ત્યારે આ પાણી પી લો. આ પાણીનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. 

જીરાનું પાણી પીવાથી થતા લાભ

આ પણ વાંચો: સ્કિન પર આ રીતે દેખાય છે બ્લડ કેન્સરના શરુઆતી લક્ષણો, સમયસર ઈલાજથી કેન્સરમાં બચી શકે

સ્થૂળતા ઘટશે

સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જેનાથી પાચન સુધરે છે અને શરીરને જરૂરી પોષકતત્વો શરીરમાં સારી રીતે અવશોષિત થઈ શકે છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં જામેલું ફેટ અને ચરબી ઝડપથી ઓછા થાય છે. 

આ પણ વાંચો: ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ

બ્લડ શુગરમાં ફાયદો

શુગરના દર્દી સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવે તો ઈંસુલિન સેંસિટિવીટી સુધરે છે. ડાયાબિટીસના દર્દી જીરાનું પાણી પીવે તો બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો: ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે

પાચન મજબૂત થશે

જીરાનું પાણી પીવાથી પાચન દુરુસ્ત રહે છે. તેનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે. ખાસ કરીને ગેસ, એસિડિટી અને અપચો મટે છે. આ સમસ્યા હોય તો જીરાનું પાણી પીવું. તેનાથી શરીરના હોર્મોન્સ પણ બેલેન્સ કરવામાં મદદ મળે છે. 

આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં વધે છે સાપ કરડવાનું જોખમ, જાણો સાપ કરડે તો જીવ બચાવવા શું કરવું?

બેડ કોલેસ્ટ્રોલ ઘટશે

હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે જીરાનું પાણી લાભકારી છે. જીરાનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. જીરાનું પાણી પીવાથી હેલ્ધી કોલેસ્ટ્રોલ વધે છે. જીરાનું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More