Coconut water tips: નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી હોવાથી બજારમાં તેની સતત માંગ રહેતી હોય છે. બાળકોથી લઈને વૃધ્ધો સુધી સૌને નારિયેળ પાણી પસંદ પડે છે. નારિયેળ પાણીમાં કૈલ્શિયમ, સોડિયમ, મૅગ્નેશિયમ, પોટેશિયમ જેવા જરુરી ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. નારિયેળ પાણી પીવાથી શરીરમાં તરત જ ઊર્જાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત પણ અનેક ફાયદાઓ છે. જોકે, બજારમાંથી ખરીદેલ નારિયેળમાં ઘણીવાર પાણી ઓછુ આવતું હોય છે. તેનાથી પૈસાનો ખર્ચ તો થાય જ છે પણ મૂડ પણ બગડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ તરકીબો અપનાવી જેથી વધારે પાણીથી ભરેલ નારિયેળ ક્યુ છે તેનો ખ્યાલ આવી જશે. જેને નારિયેળની મલાઈ ખૂબ પસંદ હોય તે લોકો પણ આ ટીપ્સને ફોલો કરી ભરપૂર માત્રામાં મલાઈ ખાઈ શકે છે.
વજનની ખાતરી કરવી
જો તમે હંમેશા પાણીવાળા નારિયેળ ખરીદતી વખતે ઠગાઈ જાઓ છો તો ખરીદ કરતા પહેલા તેનું વજન જરુરથી ચેક કરી લેવું. વધારે પાણીવાળા નારિયેળનું વજન તેના આકાર કરતા હમેશા વધુ હોય છે. વજનમાં ભારે હોય તેવું નારિયેળ લેવું કેમકે ઓછા વજનવાળા નારિયેળમાં પાણીની માત્રા ઓછી હોય છે.
નારિયેળને હલાવીને અવાજ સાંભળવો
નારિયેળ પસંદ કરતી વખતે તેને હલાવવું. જો તમને તેમાં અવાજ સંભળાય તો સમજી લેવુ કે પર્યાપ્ત પાણી છે પરંતુ જો કંઈ અવાજ ન આવે તો તે સૂકું નારિયેળ છો જેમાં પાણીની માત્રા ઓછી હોય.
આકાર પ્રમાણે પાણીની માત્રા
જો નારિયેળ પાણીનો આકાર વધુ હોય અને તેની છાલ સખ્ત હોય તો તેમાં પાણી ઓછું હોય છે. એટલે જ મોટો આકાર જોઈને નારિયેળ ન ખરીદવું. મધ્યમ આકારના નારિયેળ ખરીદ કરવા.
નારિયેળનો રંગ
જો નારિયેળ વધુ લીલા રંગનું દેખાય તો સંભવ છે કે તે તાજું હોય. આવાં તાજા નારિયેળમાં વધુ પાણી હોય છે. જો નારિયેળ ભૂરા, પીળા-લીલા કે ભૂરા- લીલા રંગનું હોય તો તે ન ખરીદવું. કેમકે આ પ્રકારના નારિયેળમાં પાણીની માત્રા ઓછી અને મલાઈ વધુ હોય છે. તેથી ખરીદતા પહેલા તેના રંગ પર ચોક્કસથી ધ્યાન આપવું.
ગોળ આકાર
વધુ પાણીથી ભરેલ નારિયેળની ઓળખ કરવા માટે સૌથી સહેલો રસ્તો છે તેનો આકાર ચેક કરવો. જો નારિયેળ ખરીદતી વખતે તે એકદમ ગોળ હોય તો તેનો મતલબ છે કે તેમાં વધુ પાણી છે. આવાં નારિયેળમાં પાણી વધુ અને મલાઈ ઓછી હોય છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટી કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે