Home> Health
Advertisement
Prev
Next

Lemon Side Effects: શું તમે પણ કરો છો લીંબુનું વધુ સેવન? તો થઈ શકે છે આ સમસ્યા

Excessive Use Of Lemon: આ વાત બધા જાણે  છે કે લીંબુનું સેવન આપણા માટે ફાયદાકારક છે, પરંતુ તે વાત પણ યાદ રાખવી જરૂરી છે કે કોઈ વસ્તુનો વધુ ઉપયોગ સમસ્યા પેદા કરી શકે છે, લીંબુની સાથે પણ આ વાત જોડાયેલી છે. 

Lemon Side Effects: શું તમે પણ કરો છો લીંબુનું વધુ સેવન? તો થઈ શકે છે આ સમસ્યા

નવી દિલ્હીઃ Side Effects Of Lemon: જ્યારે કોરોના વાયરસે વિશ્વભરમાં પોતાનો કહેર બતાવવાનું શરૂ કર્યું, ત્યારથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી આપણે પોતાને ચેપથી બચાવી શકીએ. આ માટે લોકોએ લીંબુનું સેવન વધાર્યું કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ લીંબુનું સેવન વધારે કરે છે. જો અમે તમને કહીએ કે તમે જે લીંબુનો રસ આડેધડ પી રહ્યા છો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો શું તમને આ સાંભળીને નવાઈ નહીં લાગે? ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો આપણે લીંબુનું વધુ પડતું સેવન કરીએ તો આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે.

fallbacks

લીંબુના વધુ સેવનથી નુકસાન
1. ટોન્સિલ્સની સમસ્યા

જો તમે જરૂરીયાતથી વધુ લીંબુ પાણીનું સેવન કરો છો તો તમારા ગળામાં નુકસાન પહોંચે છે કારણ કે ખાટી વસ્તુ વધુ ખાવાથી ગળામાં દુખાવો અને ટોન્સિલ્સની સમસ્યા આવી શકે છે. 

આ પણ વાંચો- Weight Loss:1 મહિનામાં ઘટશે 5 કિલો વજન! ફોલો કરો આ હેલ્થ ટિપ્સ અને જુઓ ચમત્કાર

2. દાંતને નુકસાન
લીંબુમાં એસિડિક પ્રોપર્ટીઝ ખુબ વધુ હોય છે જે દાંતની સફાઈમાં કામ આવી શકે છે, પરંતુ તેના વધુ ઉપયોગથી દાંતને નુકસાન પણ પહોંચી શકે છે. કારણ કે લીંબુનો રસ જો દાંતા સંપર્કમાં વધુ આવે તો ઉપરી પરત એટલે કે ઇનેમલને બગાડી શકે છે. તેથી જો તમે વધુ લીંબુનું સેવન કર્યું છે તો તત્કાલ બ્રશ કરવાથી બચવું જોઈએ. તેના કરતા સાદા પાણીથી કોગળા કરવા જોઈએ. 

3. ઇનડાઇઝેશન
લીંબુને હંમેશા ડાઇઝેશનને સારૂ બનાવવાની રીત સમજવામાં આવી છે, પરંતુ જો તમે વધુ લીંબુ પાણી પીશો તો તેની આડઅસર થઈ શકે છે. લીંબુના વધુ સેવનથી એસિડ રિફ્લક્સ અને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ જેવી બીમારીઓ આવી શકે છે. તમારૂ પાચન તંત્ર ખરાબ થઈ શકે છે અને એક્સ્ટીમ કંડીશનમાં ઉલ્ટી પણ થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Health Tips: આ 5 વસ્તુના સેવનથી વધશે Immunity,દૂર રહેશે Corona અને flu

(Disclaimer: સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More