Kapil Sharma Fitness Journey: કપિલ શર્મા છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. આ વખતે તેના શરીરમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. હવે સેલિબ્રિટી કોચ યોગેશ ભતેજાએ જણાવ્યું છે કે, કપિલ શર્માએ આટલું વજન કેવી રીતે ઘટાડ્યું. યોગેશે ફરાહ ખાન અને સોનુ સૂદ જેવા સેલિબ્રિટીઓને ટ્રેનિંગ આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભારતીય લોકો જે નાસ્તો ખાય છે તે કેટલો નુકસાનદાયક છે.
ભારતીય નાસ્તામાં છે સમસ્યા
યોગેશ તાજેતરમાં ગુંજન શાઉટ્સના પોડકાસ્ટમાં કહ્યું કે, જ્યારે લોકો ફિટનેસ વિશે વિચારતા નથી, ત્યારે લાઈફસ્ટાઈ વિશે શીખવાનો પ્રયાસ પણ કરતા નથી. તેમણે કહ્યું કે, ભારતીય ઘરોમાં બેસિક નાસ્તો બ્રેડ બટર અને ચા, સમોસા, ઢોકળા કે પરાઠા હોય છે. જ્યારે આપણે ઘરની બહાર જઈએ છીએ, ત્યારે આપણે વિચાર્યા વિના કંઈપણ ખાઈએ છીએ.
વિકસાવવી પડશે હેલ્ધી રહેવાની આદત
જ્યારે આપણે આપણા ખોરાક પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણી લાઈફસ્ટાઈ બદલાય જાય છે. આપણે જોઈએ છીએ કે, આપણે કેટલું પાણી પીએ છીએ, આપણી શ્વાસ લેવાની રીત શું છે. આ બધા પ્રારંભિક પગલાં છે જે તમને ફિટ બનાવવાનું શરૂ કરે છે અને પછી તમારામાં ફેરફારો થવા લાગે છે.
ધીમે ધીમે કરી શરૂઆત
યોગેશે કહ્યું કે, 'તમે વધારે મૂવ કરવાનું શરૂ કરો છો... કપિલની વજન ઘટાડવાની જર્નીમાં મેં એવું જ કર્યું હતું.' તેમણે કહ્યું કે, કપિલ જ્યારે તેમની પાસે આવ્યો, ત્યારે પહેલા સ્ટ્રેચ કરાવ્યો એ જોવા માટે કે તેમનું શરીર કેવી રિએક્ટ કરે છે. અચાનકથી બધી વસ્તુઓ શરૂ કરી ન હતી. યોગેશે કહ્યું કે, લોકો જીમમાં જાન લગાવવા માંગે છે અને ત્યાં જ તેઓ ભૂલ કરે છે કારણ કે તેઓ પ્લાન નથી કરતા કે ધીમે ધીમે કેવી રીતે આગળ વધવું અને પછી તેમને લાગે છે કે વર્કઆઉટ કરવું મુશ્કેલ છે.
21-21-21 નિયમ
યોગેશે જણાવ્યું કે, તેમણે કપિલ અને તેના જેવા ઘણા ક્લાયન્ટ્સ માટે એક રૂટિન બનાવ્યું, જે વજન ઘટાડવા માંગતા હતા. આ 21-21-21નો નિયમ છે.
પહેલા 21 દિવસ
આમાં પહેલા 21 દિવસ ફક્ત તમારા શરીરને મૂવ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ફક્ત સ્ટ્રેચ જ નહીં, શરીરના બધા સ્નાયુઓને મૂવ કરવાના હોય છે. યોગેશે કહ્યું કે, '15-20 વર્ષ પહેલાં જ્યારે શાળાઓમાં પીટી કરવામાં આવતી હતી. ફક્ત 21 દિવસ માટે આ કસરત કરો. તમારી કોઈ ડાયટ કંટ્રોલ કે ખોરાકમાં બદલાવ કરવાની જરૂર નથી. જેટલી જલેબી ખાવી હોય એટલી ખાઓ.'
આગામી 21 દિવસ
યોગેશે જણાવ્યું કે, 'તમારા ડાયટ પર ધ્યાન આપો. હું એમ નથી કહેતો કે તમારે કાર્બોહાઇડ્રેટ્સ કે કેલરી વગેરે ઓછી કરવી જોઈએ. કાળજીપૂર્વક ખાઓ. ડાયટમાં થોડો બદલાવ કરો.' તેમણે કહ્યું કે, જે રીતે ભારતમાં લોકો રાત્રે દૂધ પીવે છે. તેનાથી ગેસ, એસિડિટી અને ઊંઘમાં તકલીફ થાય છે. સવારે તેને લેવાનું શરૂ કરો. ભોજન ક્યા પછી ગોળ ખાઓ છો, તો તેને ઓછો કરો. દિવસભર ચા પીવાનું ઓછું કરો. આમ કરવાથી તમે પોતાને એક્ટિવ અનુભવશો. તમે ફિટ દેખાશો.
છેલ્લા 21 દિવસ
છેલ્લા 21 દિવસમાં તમે ધૂમ્રપાન, દારૂ અને કેફીનનું સેવન ઓછું કરો. યોગેશે કહ્યું કે, એવું વસ્તુઓ જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ ફાયદો ન થતો હોય તેનાથી ઈમોશનલ ડિપેન્ડન્સી દૂર કરો.
પડી જશે સારા દેખાવાની આદત
યોગેશે જણાવ્યું કે, આ 63 દિવસ કોઈપણ સમસ્યા વિના તમારા એટીટ્યુડને બદલવામાં મદદ કરશે. તમે 21 દિવસ એક જ ટાર્ગેટ પર ફોક્સ કરશો. આ પછી તમે જીમમાં હશો. હવે તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે તૈયાર હશો કારણ કે તમે કેલરી ઓછી નથી કરી રહ્યા પરંતુ તેમાં પરિવર્તન લાવવા લાવશો. 42મા દિવસે તમને ફરક દેખાશે અને તમે સારા દેખાવાની ચિંતા કરવાનું શરૂ કરશો. 63 દિવસ પછી તમારે પુશ કરવાની જરૂર પડશે નહીં અને તમે પોતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા હશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે