Kidney Damage Symptoms: કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. તેથી જરૂરી છે કે કિડની સ્વસ્થ રહે અને સારી રીતે કામ કરતી રહે. જો કોઈ વ્યક્તિને કિડનીની બીમારી થઈ જાય તો જીવ ઉપર જોખમ ઊભું થાય છે. કિડનીનું કામ હોય છે કે તે રક્તમાં એકત્ર થતી ગંદકી અને વધારાના તરલ પદાર્થોને પેશાબ વાટે બહાર કાઢવા. કિડની શરીર માટે ફિલ્ટર જેવું કામ કરે છે જો કિડની ખરાબ થઈ જાય તો વ્યક્તિને સતત થાક લાગે છે. આ સિવાય અન્ય કેટલાક લક્ષણો પણ છે જે દર્શાવે છે કે કિડની ડેમેજ થઈ રહી છે.
આ પણ વાંચો: હાર્ટ એટેકના 10 દિવસ પહેલાં શરીરમાં થાય છે આવા ફેરફાર, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી
કિડની ડેમેજ થયાના આ લક્ષણોને ધ્યાનમાં લેવા જરૂરી છે. કિડની ખરાબ થતી હોય ત્યારે પેશાબમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. સમયસર આ લક્ષણોને ધ્યાનમાં લઇ ડોક્ટરની મદદ લેવામાં આવે તો કિડનીને ફેલ થતા અટકાવી શકાય છે. કિડનીની સમસ્યા હોય તો કિડની ફેલ થઈ જવી તે અંતિમ સ્ટેજ હોય છે. આ સ્ટેજ સુધી ન પહોંચવું હોય તો કિડની ફેલિયરના લક્ષણને જાણીને ડોક્ટરની મદદ લઈ લેવી જોઈએ. આ લક્ષણો કયા છે? ચાલો તમને જણાવીએ.
કિડની ખરાબ થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણ
આ પણ વાંચો: સવારે આ 5 માંથી કોઈ 1 હેલ્ધી ડ્રિંક પીને કરો દિવસની શરુઆત, બ્લડ શુગર થશે કંટ્રોલ
- જે લોકોની કિડની ખરાબ થઈ રહી હોય તેમને પેશાબની પેટર્નમાં ફેરફાર થઈ જાય છે. આ સૌથી પહેલું લક્ષણ છે જેને ઇગ્નોર કરવું નહીં.
- કિડની ડેમેજ થતી હોય તો પેશાબમાંથી અસહ્ય વાસ પણ આવે છે.
- પેશાબનો રંગ પીળો થવા લાગે તો સમજી લેવું કે કિડની સંબંધિત કોઈ સમસ્યા થઈ રહી છે.
- કિડનીમાં કોઈ સમસ્યા હોય તો વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. પેશાબ કરતી વખતે દુખાવાનો પણ અનુભવ થાય. અથવા તો ઓછો પેશાબ આવે તો પણ તે કિડની સંબંધીત સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.
આ પણ વાંચો: Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ
- પેશાબ કરવામાં ફીણ થતા હોય તો આ સંકેત સારો નથી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે કિડની પ્રોટીનને ફિલ્ટર કરી શકતી નથી તો પેશાબમાં ફીણ થવા લાગે છે.
- કિડની સંબંધિત કોઈ બીમારી હોય તો વ્યક્તિને શરીરમાં સોજા આવી જાય છે, ઉલટી જેવો અનુભવ થાય છે, સતત થાક લાગે છે અને ભૂખ પણ ઓછી થઈ જાય છે. આવા લક્ષણો જોવા મળે તો પણ તુરંત નિષ્ણાંતની મદદ લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે