Kidney Disease: કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. કિડની રક્તને ફિલ્ટર કરી ઝેરી તત્વોને બહાર કાઢે છે. જો કિડની બરાબર કામ કરતી ન હોય તો શરીરમાં જેવી તત્વ વધવા લાગે છે અને તેના કારણે ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. ઘણી વખત લોકો કિડની સંબંધીત સમસ્યાઓને સામાન્ય સમજીને ઇગ્નોર કરે છે. જેના કારણે કિડની ફેલ થવા સુધીની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: Cinnamon: ગુણોની ખાણ છે તજ, પુરુષોની માટે તો વરદાન, ખાવાથી આ 5 તકલીફોમાં ફાયદો થશે
જો સમય રહેતા જ કિડનીની બીમારીના આ લક્ષણોને ઓળખીને સારવાર લઈ લેવામાં આવે તો મોટા નુકસાનથી બચી શકાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કિડની ખરાબ થાય કે કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે. જો વ્યક્તિ આ લક્ષણોને સમજે તો ગંભીર સમસ્યાથી બચી જવાય છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા કયા લક્ષણો છે જે કિડની ફેલ થવાનો ઈશારો કરે છે.
વારંવાર પેશાબ આવવો અથવા ખૂબ ઓછો આવવો
આ પણ વાંચો: Lower Body Fat: કમર નીચેના અંગો પર વધતી ચરબી આ બીમારીનું લક્ષણ હોય શકે છે
જો તમને વારંવાર પેશાબ જવું પડે છે તો પણ તે કિડનીની તકલીફનો ઈશારો હોય છે અને તેનાથી વિરુદ્ધ ખૂબ જ ઓછા પ્રમાણમાં પેશાબ જવાનું થાય છે તો તે પણ કિડનીની સમસ્યાનો સંકેત છે. પેશાબમાં જો વાસ આવતી હોય અથવા તો ફીણ નીકળતા હોય તો તેને પણ ઇગ્નોર ન કરો.
આ પણ વાંચો: ચા પીતા પહેલા પીવું પાણી, સવારની એક આદત બદલી દેવાથી શરીરની મોટાભાગની તકલીફો દુર થશે
શરીર અને ચહેરા પર સોજા
કિડની શરીરમાંથી એક્સ્ટ્રા લિક્વિડને બહાર કાઢવાનું કામ કરે છે જો કિડની સારી રીતે કામ કરતી ન હોય તો ચહેરા અને પગ સહિત શરીરના અન્ય અંગો પર સોજો બનવા લાગે છે.
સતત થાક અને નબળાઈ
કિડની ફેલ થવાની સ્થિતિમાં રક્તમાં ઝેરી તત્ત્વો વધવા લાગે છે જેના કારણે શરીરમાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. કોઈપણ પ્રકારનું ભારે કામ કર્યું ન હોય તો પણ થાક લાગે છે. આ સ્થિતિને ક્યારેય ઇગ્નોર કરવી નહીં.
આ પણ વાંચો: Kidney Stone: મોટી પથરીને પણ ઓગાળી શકે છે આ 2 દેશી વસ્તુઓ, દુખાવાથી પણ આપે રાહત
ભૂખ ન લાગવી અને ઉલટી થવી
કિડની ખરાબ થઈ હોય તો શરીરમાં ઝેરી તત્વ એટલા બધા વધી જાય છે કે તે પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે. જેના કારણે વ્યક્તિને ભૂખ નથી લાગતી અને ઘણી વખત ઉલટી પણ થાય છે.
હાઈ બ્લડ પ્રેશર
કિડની ખરાબ થતી હોય તો અચાનક બ્લડ પ્રેશર પણ વધી શકે છે. કિડની બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો કિડની બરાબર કામ કરતી ન હોય તો હાઈ બીપીની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ માટે અમૃત છે પનીરના ફૂલ, ખાવાનું શરુ કરવાની સાથે કરવા લાગે છે અસર
ત્વચા પર ખંજવાળ અને ડ્રાયનેસ
જો તમારી ત્વચા અચાનક જ ડ્રાય થઈ જાય અને ખંજવાળ આવવા લાગે તો તે પણ કિડની સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે. કિડની શરીરમાં મિનરલ્સ અને પોષક તત્વોના બેલેન્સને જાળવી રાખવાનું કામ કરે છે. પરંતુ જ્યારે કિડની ખરાબ થાય છે તો તેની અસર ત્વચા પર દેખાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે