Health Tips: પેટ અને પાચન બરાબર હોય તો જ સ્વાસ્થ્ય સારું રહે છે. જો પેટમાં ગડબડ હોય તો તબિયત પણ ખરાબ થવા લાગે છે. મોટાભાગની બીમારીઓની શરૂઆત પેટથી થાય છે. પેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાચન અને પેટ સંબંધિત સમસ્યાઓને દવા વિના મટાડી દેવી હોય તો રસોડામાં જ કેટલીક વસ્તુઓ છે જે ખૂબ ઉપયોગી છે. આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પેટ અને પાચનને બરાબર કરી શકો છો.
પેટ માટે ઔષધી સમાન મસાલા
આ પણ વાંચો: ઠંડીની શરૂઆત થાય ત્યારથી જ પીવા લાગજો આ આયુર્વેદિક ઉકાળા, શિયાળામાં નહીં પડો બીમાર
ફુદીનો
ફુદીનાની તાસીર ઠંડી હોય છે. તેમાં મેન્થોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. જે પાચન અને પેટના સ્નાયુને રિલેક્સ કરે છે. ફુદીનાની ચા બનાવીને પણ પી શકાય છે અને ફુદીનાનું સેવન પણ કરી શકાય છે. તેનાથી અપચો અને ગેસ માટે છે.
મુલેઠી
મુલેઠી એક પ્રકારની જડીબુટ્ટી છે. જે પાચનને સ્વસ્થ રાખે છે. મુલેઠી પેટના પીએચને મેન્ટેન કરે છે. તેનાથી ગળાની તકલીફ પણ દૂર થાય છે.
આ પણ વાંચો:Sprouted Fenugreek: સવારે ખાઈ લો 1 ચમચી ફણગાવેલી મેથી, શરીરમાં નહીં રહે એક પણ રોગ
આદુ
આદુનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આદુ ખાવાથી પેટની સમસ્યા, સોજા, ગેસ, અપચો મટે છે. આદુને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. આદુમાં રહેલું જોંજરોલ પાચનને સુધારે છે.
હળદર
હળદર શરીરને ડિટોક્ષ કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. હળદરનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે. પેટની તકલીફ રહેતી હોય તો હુંફાળા પાણીમાં હળદર ઉમેરીને પી જવું. તેનાથી પાચનતંત્ર સારું રહે છે.
આ પણ વાંચો:Coconut Oil: રોજ 1 ચમચી નાળિયેરનું તેલ પી લેવું, બીજા જ દિવસથી દેખાશે આ 5 ફાયદા
અજમા
અજમા પેટની તકલીફોને ગણતરીની મિનિટોમાં દૂર કરે છે. ગેસ, અપચો, કબજિયાત હોય તો અજમાનું પાણી પીવું જોઈએ. અજમાનું પાણી પીવાથી અપચાથી રાહત મળે છે અને પેટ સાફ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે