Health Benefits of Jackfruit: ફણસ ખૂબ ઓછું વપરાતું શાક છે. મોટાભાગે લોકો તેને ખાવાનું પસંદ કરતાં નથી. પરંતુ ખરેખર તો ફણસ શાકાહારીઓ માટે ખૂબ જ ગુણકારી શાક છે. ફણસનો ઉપયોગ શાક ઉપરાંત અથાણા બનાવવામાં પણ થાય છે. ભારતના કેટલાક ભાગોમાં ફણસ ખુબ ખવાય પણ છે. ફણસ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. આજે તમને ફણસથી શરીરને થતા ફાયદા વિશે જણાવીએ.
આ પણ વાંચો:
પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેનો રામબાણ ઈલાજ છે ઘી, આ રીતે કરવો રાત્રે ઉપયોગ
પોષકતત્વોથી ભરપુર હોય છે મગ, રોજ ખાવાથી ડાયાબિટીસ સહિત આ 4 બીમારીઓમાં થાય છે ફાયદો
હાર્ટ માટે ફાયદાકારક
ફણસ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. સંશોધનોમાં પણ આ વાત સાબિત થઈ છે કે ફણસમાં રહેલા વિટામિન્સ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ એટેક જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે. ફણસમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
ફણસમાં રહેલા એન્ટીઓકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી શરીરને ઘણી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે. તેમાં રહેલા વિટામીન રોગપ્રતિકારક શક્તિ વધારતા એજન્ટ તરીકે પણ કામ કરે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
જો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું છે તો તમે ફણસનું સેવન કરી શકો છો. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં તે મદદ કરે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બીપી કંટ્રોલ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે