નવી દિલ્હીઃ ગાજર ખાવાથી શરીર સારું રહે છે. ગાજરનો ઉપયોગ તમે સલાડ, શાક, સૂપ, જ્યુસ તરીકે પણ કરી શકશો.
શિયાળામાં ગાજર ખાવાના ઘણા બધા ફાયદા હોય છે. ગાજરમાં વિટામીન A, C,K સાથે ઘણાં મિનરલ્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આંખો માટે ગાજર છે ઉપયોગી
ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે. તેમાં રહેલા બીટા કેરોટીન થી ફાયદો થશે. તે પેટમાં વિટામિન A માં પરિવર્તિત થાય છે.
કેન્સરનું જોખમ ઘટશે
ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે ગાજરમાં ફાલ્કેરિનોલ નામનું પ્રાકૃતિક જંતુનાશક હોય છે. જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
આ પણ વાંચોઃ આ છે નેગેટિવ કેલેરી ફૂડ્સ, મનફાવે એટલું ખાવ વજન વધશે નહી
ઉંમર વધવાની અસર ઓછી થશે
ગાજર ખાવાથી વધતી ઉંમરની અસર પણ ઓછી થાય છે. તેમાં રહેલા પોષક તત્વો એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે.
પાચન સંબંધી સમસ્યા દૂર થશે
ગાજરના રસમાં કાળું મીઠું, ધાણાજીરું, શેકેલું જીરું, કાળા મરી અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થશે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
ગાજર ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. ગાજરમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે અને તે બંને એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે.
મૌખિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે ગાજર
ગાજર ને ઓરલ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દાંત સાફ કરવાની સાથે તે શ્વાસને સ્વચ્છ રાખે છે અને પેઢાને મજબૂત બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે