Home> Health
Advertisement
Prev
Next

Padmasana: તમારી લાઈફ બદલી જશે જો રોજ કરશો પદ્માસન, જાણો આ યોગ કરવાની સાચી રીત

Benefits Of Padmasana: લાઈફમાં પોઝિટિવ ફેરફાર કરવા માટે યોગ શ્રેષ્ઠ માધ્યમ છે. તેમાં પણ પદ્માસન સૌથી સરળ મુદ્રા છે. પદ્માસન સરળ છે એટલું જ અસરકારક પણ છે. પદ્માસન કેવી રીતે કરવું અને તેનાથી શું લાભ થાય ચાલો તમને જણાવીએ.
 

Padmasana: તમારી લાઈફ બદલી જશે જો રોજ કરશો પદ્માસન, જાણો આ યોગ કરવાની સાચી રીત

Benefits Of Padmasana: આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન દોડધામવાળું થઈ ગયું છે. લોકો આ દોડધામ વચ્ચે પણ પોતાના જીવનમાં પોઝિટિવ ફેરફાર થાય તેવું ઈચ્છે છે. ખાસ કરીને લોકોને માનસિક શાંતિ મેળવવી હોય છે. સ્ટ્રેસ, અનિદ્રા, થાકના કારણે મન અને શરીરનું સ્વાસ્થ્ય અને શાંતિ જોખમાય જાય છે. આ સમયે મનમાં શાંતિ અને જીવનમાં સ્થિરતાનો અનુભવ કરવા માટે પદ્માસન સૌથી શ્રેષ્ઠ મુદ્રા છે. 

fallbacks

આ પણ વાંચો: Coconut Water: આ 4 બીમારી હોય તેણે રોજ પીવું નાળિયેર પાણી, તબિયત ઝડપથી સુધરશે

પદ્માસનને લોટસ પોઝ પણ કહેવામાં આવે છે. પદ્માસન બેસવાની એક મુદ્રા છે. જેમાં ધ્યાન કેન્દ્રિત કરી અને મગજને શાંત કરી સેલ્ફ અવેયરનેસ વધારવામાં મદદ મળે છે. આ મુદ્રા ધ્યાન, મેન્ટલ પીસ અને એનર્જીને બેલેન્સ કરે છે. 

આ પણ વાંચો: સવારે ચા ને બદલે પી શકાય એવા 5 હેલ્ધી ડ્રિંક્સ, આ વસ્તુઓ આખો દિવસ શરીરને આપશે ઠંડક

પદ્માસન કરવાની સાચી રીત

સૌથી પહેલા શાંત અને સ્વચ્છ જગ્યા પર આસન પાથરી તેના પર સુખાસનમાં બેસો. ત્યારબાદ શરીરને સીધું રાખી ખભા રિલેક્સ રાખો. હવે જમણા પગને ઉઠાવી ડાબી સાથળ પર મુકો. પગ એવી રીતે રાખવો જેમાં પગનું તળીયું પેટની નજીક અને ઉપરની તરફ હોય. તેવી જ રીતે ડાબા પગને જમણી સાથળ પર રાખો. 

આ પણ વાંચો: Food: ઉનાળામાં બાળકોને રોજ ખવડાવો આ 5 વસ્તુઓ, ગરમીમાં બાળક નહીં પડે બીમાર

હવે હાથને જ્ઞાન મુદ્રા અથવા ચિન મુદ્રામાં રાખો. જ્ઞાન મુદ્રા એટલે અંગુઠો અને તર્જની આંગળી જોડેલી રાખવી અને બાકીની 3 આંગળી સીધી રાખો. હાથને આ મુદ્રામાં ઘુંટણ પર રાખો.

ત્યારબાદ આંખ બંધ કરી અને ઊંડા શ્વાસ લેવાનું અને છોડવાનું શરુ કરો. આંખ બંધ કરી શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રીત કરો. શરુઆતમાં આ રીતે 5 થી 10 મિનિટ પદ્માસન કરો પછી ધીરેધીરે સમય વધારો.

આ પણ વાંચો: પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

પદ્માસન કરવાના ફાયદા

- આ આસન નિયમિત કરવાથી મગજ શાંત રહે છે. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. 
- બોડી પોશ્ચર સુધરે છે અને પીઠના દુખાવાથી રાહત મળે છે. 
- પાચન તંત્ર સારી રીતે કામ કરતું થાય છે. 
- આ આસન નિયમિત કરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન સુધરે છે. 
- નિયમિત આ યોગ કરવાથી મગજ સુધી ઓક્સીજન યોગ્ય માત્રામાં પહોંચે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More