Home> Health
Advertisement
Prev
Next

ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી લઈ લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલ

Ayurvedic Churna Benefits: કેટલાક આયુર્વેદિક ચૂર્ણ પણ બ્લડ સુગરને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું જે સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

ડાયાબિટીસના દર્દી માટે ઘરે બનાવો આ ચૂર્ણ, રાત્રે એક ચમચી લઈ લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલ

Ayurvedic Churna Benefits: ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ ડીસીઝ છે. ડાયાબિટીસ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. એક વખત આ રોગ થાય પછી તેને જળમૂળથી દૂર કરી શકાતો નથી બસ ધ્યાન રાખવું પડે છે કે બ્લડ સુગર કંટ્રોલમાં રહે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે પરંતુ કેટલાક આયુર્વેદિક ચૂર્ણ પણ બ્લડ સુગરને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનું જે સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે જ ઘણી બીમારીઓ દૂર થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરે ચૂર્ણ કેવી રીતે બનાવવું.

fallbacks

આ પણ વાંચો:

Aloe Vera ખાવાથી શરીરને થાય છે જબરદસ્ત લાભ, દવા વિના દુર થઈ શકે છે ઘણી સમસ્યાઓ

અનસેફ રિલેશનના કારણે જ નહીં આ કારણોથી પણ મિસ થાય છે Periods

આહ થી આહા.... સ્ટ્રેસ અને થાક દુર કરવા બેસ્ટ છે Salt Bath, શરીરના દુખાવા થશે દુર

ચૂર્ણ બનાવવાની સામગ્રી

કાળીજીરી 50 ગ્રામ
અજમો 100 ગ્રામ
મેથી દાણા 200 ગ્રામ

ચૂર્ણ બનાવવાની રીત

સૌથી પહેલા કાળીજીરી મેથી અને અજમાને બરાબર રીતે સાફ કરી લો. ત્રણેય વસ્તુને પહેલા પાણીથી ધોઈ અને તડકામાં કપડાં પર પાથરી સુકાવી લો. બધી જ વસ્તુ બરાબર પૂરી થઈ જાય પછી તેને એક તવામાં મિક્સ કરી ધીમા તાપે શેકો. આ વસ્તુઓને સતત હલાવતા રહેવું જેથી તે બળી ન જાય. બધું જ બરાબર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને મિક્સરમાં વાટી પાવડર બનાવી લો. આ પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો.

કેવી રીતે ચૂર્ણ નું કરવું છે

તૈયાર કરેલા ચૂર્ણ ને રોજ રાત્રે સુતા પહેલા લેવાનું હોય છે. હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી ચૂર્ણ રોજ રાત્રે પી લેવું. રોજ રાત્રે આ ચૂર્ણ પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More