Home> Health
Advertisement
Prev
Next

Mpox Outbreak: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના શરુઆતી લક્ષણ

Mpox Outbreak: મંકીપોક્સ વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે અને આ વખતે દુનિયાભરના દેશો માટે આ વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. મંકીપોક્સ વાયરસ હવે આફ્રિકાની બહાર પણ ફેલાવા લાગ્યો છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ વાયરસ પહોંચી ચુક્યો છે.

Mpox Outbreak: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના શરુઆતી લક્ષણ

Mpox Outbreak: મંકીપોક્સ વાયરસ ફરી એક વખત દુનિયાભરના દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષની શરૂઆતમાં કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં આ બીમારીનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ વાયરસના કારણે હજારો લોકો સંક્રમિત થઈ ગયા હતા. ત્યાર પછી આ બીમારીને મહામારી ઘોષિત કરી દેવામાં આવી હતી. હવે આ વાયરસ આફ્રિકાના 13 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને સંક્રમણના મામલામાં પણ ગત વર્ષની સરખામણીએ 160% વૃદ્ધિ નોંધાય છે. 

fallbacks

આ પણ વાંચો: કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે

ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ વાયરસનો ફેલાવ આફ્રિકાની બહાર પણ થવા લાગ્યો છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે દેશમાં આ વાઇરસના પહેલા કેસને પુષ્ટિ કરી દીધી છે. પાકિસ્તાનમાં જે વ્યક્તિ સંક્રમિત થઈ છે તે સાઉદી અરબથી આવ્યો હતો. પાકિસ્તાનની જેમ સ્વીડનમાં પણ મંકીપોક્સનો પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સામાન્ય સંપર્ક વિશેષ રીતે યૌન સંપર્કના માધ્યમથી સરળતાથી ફેલાઈ જાય છે. 

આ પણ વાંચો: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટશે નંબર

શું છે મંકીપોક્સ?

મંકીપોક્સ એક વાયરસ છે જે માણસ અને પ્રાણી બંનેને પ્રભાવિત કરે છે. આ વાયરસ પણ શીતળાના પરિવારથી સંબંધિત છે. જોકે તેના લક્ષણ ઓછા ગંભીર હોય છે. મંકીપોક્સમાં તાવ, થાક, શરીરમાં દુખાવો અને ત્વચા પર દાણા દેખાવા લાગે છે. મોટાભાગના કેસમાં આ બીમારી ગંભીર નથી હોતી કેટલાક જ મામલામાં બીમારી ગંભીર થઈ શકે છે. 

મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે ?

મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ચેપી રોગ ત્વચાની ઇજા, ત્વચાથી ત્વચાના સંપર્ક, સંક્રમિત વ્યક્તિ પાસે શ્વાસ લેવાથી કે સંક્રમિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઉપયોગ કરવાથી ફેલાઈ શકે છે. 

આ પણ વાંચો: Diabetes: સવારે વાસી મોઢે આ ખાઈ લો આ વસ્તુ, સાંજ સુધીમાં બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

મંકીપોક્સથી બચવાના ઉપાય 

- હાથ વારંવાર ધોવા અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. 

- સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું. સંક્રમિત વ્યક્તિએ વાપરેલી કોઈપણ વસ્તુ ન વાપરવી. 

- ત્વચા પર જો કોઈ ઘા દેખાય તો તેને ઢાંકીને રાખો. 

- પ્રાણીના સંપર્કમાં આવવાથી બચો. 

આ પણ વાંચો: Milk: આ લોકોએ રાત્રે ભુલથી પણ દૂધ પીવું નહીં, દૂધથી ફાયદાને બદલે થવા લાગશે નુકસાન

- સંક્રમણનું જોખમ ટાળવા માટે સુરક્ષિત યૌન સંબંધ બનાવો. 

- જો તમારા ક્ષેત્રમાં મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા છે તો રસીકરણ કરાવો. 

મહત્વનું છે કે આફ્રિકા અને અન્ય દેશોમાં જે રીતે મંકીપોક્સના કેસ નોંધાઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ આ વાયરસ પર નજર રાખી રહી છે. સરકાર તરફથી તમામ સાવધાનીઓ રાખવામાં આવી રહી છે તેમ છતાં લોકોએ પણ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે આ સિવાય મંકીપોક્સના લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More