Mosquito Bite: ચોમાસા દરમિયાન વરસાદી પાણીમાં મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે. મચ્છર નું કરડવું સામાન્ય વાત લાગે છે પરંતુ એક મચ્છર તમને હોસ્પિટલના ખાટલે પહોંચાડી શકે છે. મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવી બીમારીઓ તો થાય જ છે પરંતુ મચ્છર કરડવાથી પગની એક ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ બીમારીને ફાઈલેરીયા કહેવાય છે. જેને બોલચાલની ભાષામાં હાથીપગું પણ કહે છે. આ બીમારીમાં દર્દીના પગ ફૂલીને જાડા થઈ જાય છે. જો સમયસર આ બીમારીની સારવાર કરવામાં આવે તો વ્યક્તિમાં વિકલાંગતા પણ આવી શકે છે.
આ પણ વાંચો:
Ear Cleaning: કાનમાં આવતી ખંજવાળ મટાડશે આ તેલ, રાત્રે 2 ટીપાં નાંખો, કાન થઈ જશે સાફ
Health Tips: પુરુષોની નબળાઈ દુર કરે છે ખજૂર, જાણો નિયમિત ખાવાથી થાય છે કેટલા ફાયદા
આ જડીબુટ્ટી લેવાથી દવા વિના વધે છે પુરુષોની શક્તિ, પર્ફોમન્સથી પત્ની થઈ જશે ખુશ
ફાઈલેરીયાની બીમારીમાં પગમાં સોજા ચડી જાય છે. આ સોજા કેટલા હોય કે પગ હાથીના પગ જેટલા જાડા થઈ શકે છે. આ બીમારીમાં ટેસ્ટમાં પણ સોજા આવી જાય છે. આ બીમારી થાય તો વિકલાંગતા નું જોખમ પણ વધી જાય છે.
એક રિપોર્ટ અનુસાર દેશમાં આ બીમારીનું જોખમ વધી રહ્યું છે. દુનિયાભરના કુલ કેસ માંથી 40% કેસ આ બીમારીના ભારતમાં વધી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારીનું ઇન્ફેક્શન ફેલાવવાની શરૂઆત થાય અને પહેલા સ્ટેજમાં જ જો તેની સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેને અટકાવી શકાય છે. આ બીમારી જ્યાં સૌથી વધુ ફેલાઈ રહી છે ત્યાં મેડિકલ સારવાર અને ફ્રી માં દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આ બીમારીની દવા નાના બાળકોથી લઈ ગર્ભવતી મહિલાઓને પણ આપવામાં આવે છે.
જોકે પગની આ ખતરનાક બીમારી કોઈને ન થાય તે માટે સ્વચ્છતા નું ધ્યાન રાખવું જરૂરી છે. વરસાદી વાતાવરણમાં ગંદા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ ન વધે તે વાતનું ધ્યાન રાખવું જોઇએ. આ બીમારીને પરજીવી મચ્છર એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે