Home> Health
Advertisement
Prev
Next

Periods મિસ થવા અને દસ્ત થવાને પ્રેગ્નેન્સી સાથે કોઈ લેવાદેવા છે? શું કહે છે ગાયનેક એક્સપર્ટ

પીરિયડ્સ મિસ થયા બાદ દસ્ત થાય તો મનમાં સવાલ થાય છે કે, શું દસ્ત પ્રેગ્નેન્સીનો એક સંકેત છે? તો ચાલો એક જાણીતા ગાયનેક ડૉ. પ્રીતી શાહ જણાવે છે કે, પ્રેગ્નેન્સી અને ડાયરિયા વચ્ચે શું સંબંધ છે.

Periods મિસ થવા અને દસ્ત થવાને પ્રેગ્નેન્સી સાથે કોઈ લેવાદેવા છે? શું કહે છે ગાયનેક એક્સપર્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણી વખત, પીરિયડ્સ ચૂકી ગયા બાદ થતા દસ્તને મહિલાઓ પ્રેગ્નેન્સીનું લક્ષણ સમજવાની ભૂલ કરી બેસે છે. પ્રેગ્નેન્સીના લક્ષણો દરેક સ્ત્રીમાં અલગ હોય છે. પ્રેગ્નેન્સીની શરૂઆતના ત્રણ મહિનામાં ખાસ કરીને મૉર્નિંગ સિકનેસ, એસિડ રિફ્લક્સ, પગની ઘૂંટીમાં સોજો અને પીઠનો દુઃખાવો જેવા લક્ષણો અનુભવાય છે. આ સિવાય ક્યારેક થતા દસ્તને પણ પ્રેગ્નેન્સીના લક્ષણ તરીકે ગણવામાં આવે છે. કેટલીક સગર્ભાને પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં પાતળુ મળ આવે છે. આવી સ્થિતિમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે શું દસ્ત પણ પ્રેગ્નેન્સીનો એક પ્રકાર છે?

fallbacks

પીરિયડ્સ મિસ થયા બાદ દસ્ત થાય તો મનમાં સવાલ થાય છે કે, શું દસ્ત પ્રેગ્નેન્સીનો એક સંકેત છે? તો ચાલો એક જાણીતા ગાયનેક ડૉ. પ્રીતી શાહ જણાવે છે કે, પ્રેગ્નેન્સી અને ડાયરિયા વચ્ચે શું સંબંધ છે.

પ્રેગ્નેન્સીના સંકેત હોય છે દસ્ત
કેટલીક સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના શરૂઆતી તબક્કામાં દસ્તની સમસ્યા હોય છે. પરંતુ દસ્તને પ્રેગ્નેન્સી માટે સારો સંકેત માનવામાં નથી આવતા. પીરિયડ મિસ થયા બાદ દસ્ત થવા એ પ્રેગ્નેન્ટ હોવાના લક્ષણો નથી. એટલા માટે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે.
દસ્ત થવાના ઘણા કારણો હોય છે. તેનો પ્રેગ્નેન્સી સાથે સંબંધ હોય તે જરૂરી નથી. ડાયટમાં કોઈ ફેરફારના કારણે પેટ ખરાબ થાય છે. જેના કારણે આંતરડામાં ઈન્ફેક્શન થવાના કારણે દસ્ત થઈ શકે છે. અપચો, પાચનતંત્રમાં ફેરફાર, યુરોજેનિટલ ડિસઓર્ડરના કારણે પણ દસ્ત થઈ શકે છે.

ચિંતા છે દસ્તનું કારણ
પીરિયડ મિસ થયા બાદ દસ્ત શરૂ થવા કોઈપણ પ્રકારે ચિંતા કરવા જેવી વાત નથી. જેવુ કે પહેલા જ જણાવ્યુ તે મુજબ પ્રેગ્નેન્સીની શરૂઆતમાં દસ્ત થઈ શકે છે. પરંતુ કર્ન્ફર્મ પ્રેગ્નેન્સી તો નથી જ. જો દસ્ત લાંબા સમયથી નથી તો, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, મળમાંથી લોહી આવવું, તાવ ચઢ-ઉતર થવો સાથે જ ઉલટી થવાની ફરિયાદ રહેતી હોય તો, ડૉક્ટરનો સંપર્ક કરવો.

દસ્ત થાય ત્યારે શું કરવુ જોઈએ
જો તમને ઝાડા થાય છે, તો ચોખા, કેળા અને ઓટ્સ જેવી ઓછા ફાઈબરવાળી ચીજવસ્તુઓનું સેવન કરો. તમે કોઈ કેમિસ્ટ પાસેથી પણ દવા પણ લઈ શકો છો. આ સિવાય તમે કૈમોમાઈલ ટી, સંતરાની છાલવાળી ચા, પલાળેલા મેથીના દાણાનું પાણી પી શકો છે. જે તમારા દસ્તનો ઈલાજ છે.

દસ્તના ઘરેલુ ઉપાય
દસ્તને રોકવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો. જેમકે
* તરળ વસ્તુઓનું સેવન કરવાથી દૂર રહેવુ. આ સમયે સૂપ પીવો પણ હિતાવહ નથી. કારણકે તે દસ્તની સમસ્યામાં વધારો કરી શકે છે.
* પાણી પીતા રહો કારણકે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહેવી જરૂરી છે. દસ્ત થયા હોય ત્યારે વધારે મસાલાવાળી અને ચટાકેદાર વસ્તુઓ ન ખાશો.
* તમે દહીં, કૉટેઝ ચીઝ જેવી પ્રોબાયોટિક્સથી ભરપુર વસ્તુઓ ખાઈ શકો છો. આવી વસ્તુઓ આંતરડામાં સારા બેક્ટેરિયા બનાવે છે. આ બેક્ટેરિયા જઠરાગ્નિ સિસ્ટમને સામાન્ય બનાવવામાં મદદરૂપ થાય છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More