Home> Health
Advertisement
Prev
Next

હવે હ્યદય પણ રિપેર થશે, હાર્ટ અટેક પછી ડેમેજ થયેલા હ્યદયને રિપેર કરશે બાયોજેલ

Heart Health: વૈજ્ઞાનિકોએ બાયોજેલ તૈયાર કરી છે તે ઘણી થીક છે. હાર્ટ અટેકના દર્દીઓમાં તેનો ઉપયોગ કરવા માટે તેમાં પાણી (સ્ટેરાઈલ વોટર) મિક્સ કરવામાં આવશે. જેથી તેને થીકનેસને ઓછી કરી શકાય. તેના પછી તેને દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવશે.

હવે હ્યદય પણ રિપેર થશે, હાર્ટ અટેક પછી ડેમેજ થયેલા હ્યદયને રિપેર કરશે બાયોજેલ

Biodegradable Gel: હાર્ટ અટેક પછી હ્યદય નબળું પડી જાય છે. હ્યદયના મસલ્સ, લેયર અને વાલ્વમાં અનેક પ્રકારના ડેમેજ થઈ જાય છે. હવે આવા ડેમેજને રિપેર કરી શકાશે. કેમ કે કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની બાયોજેલ તૈયાર કરી છે. જે હાર્ટ અટેક પછી હ્યદયમાં થયેલા ડેમેજને રિપેર કરવાનું કામ કરશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેની ટ્રાયલ કરવામાં આવી છે જે સફળ રહી છે. 

fallbacks

આવી રીતે કામ કરશે બાયોજેલ:
ડેલીમેઈલના રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોએ બાયોજેલ તૈયાર કરી છે તે ઘણી થીક છે. હાર્ટ અટેકના દર્દીઓમાં તેનો ઉપયોગ કરવા માટે તેમાં પાણી (સ્ટેરાઈલ વોટર) મિક્સ કરવામાં આવશે. જેથી તેને થીકનેસને ઓછી કરી શકાય. તેના પછી તેને દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવશે. એકવાર તે શરીરમાં પહોંચી જાય પછી તે ડેમેજ થયેલા ભાગને રિપેર કરવાનું શરૂ કરી દેશે. તે હ્યદયમાં ડેમેજ થયેલી દિવાલો અને બ્લડને શરીરમાં પહોંચાડનારી રક્ત વાહિકાઓેને એક્ટિવ કરશે. તેની ટ્રાયલ ઉંદર અને ભૂંડ પર કરવામાં આવ્યું છે. અને તે સફળ પણ રહ્યું છે. હવે વૈજ્ઞાનિકો એક વર્ષની અંદર તેની ટ્રાયલ માણસો પર કરવાની તૈયારી કરી રહ્યા છે. ટીમનું માનવું છે કે આ બાયોજેલ માણસોની કોશિકાઓમાં ડેલવપમેન્ટને વધારો આપવાનું કામ કરશે. જેથી હાર્ટ અટેક પછી ઉભી થયેલી મુશ્કેલીને દૂર કરી શકે.

ના છોકરી બની શક્યો ના છોકરો, પત્ની સંબંધોથી ખુશ પણ કોખ નહીં ભરાય
પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
Warning Signs: આ સંકેતો દેખાડે છે કે તમારી કિડની ખતરામાં છે, સમયસર થઈ જજો સાવધાન

UC સેન ડિયાગો હેલ્થમાં કાર્ડિયોવેસ્કુલર મેડિસિન ડિવીઝનના ફિઝિશિયન ડૉ. રેયાનનું કહેવું છે કે કોરોનરી હાર્ટ ડિસીઝ, એક્યૂટ માયોકાર્ડિયલ ઈન્ફ્ર્રેક્શન અને કંઝેસ્ટિવ હાર્ટ ફેલ્યોરના કેસ વધી રહ્યા છે. એવામાં કોઈ નવી થેરેપી કે ટ્રીટમેન્ટ તેના મામલામાં ઘટાડો લાવે છે તો તે મોટી વાત હશે. હાલમાં ઈજા કે નિશાનને ભરવા માટે બાયોજેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સંશોધનકર્તાઓની ટીમે બાયોજેલને સારો વિકલ્પ માને છે. કેમ કે તેને સરળતાથી દર્દીના શરીરમાં પહોંચાડી શકાય છે. તેને શરીરમાં પહોંચાડવા માટે જેલમાં રહેલા મોટા પાર્ટિકલને હટાવવામાં આવશે.

આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો:
 શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
આ પણ વાંચો:
  યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા

અત્યાર સુધી ટ્રાયલમાં શું સામે આવ્યું:
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે જ્યારે તેની ટ્રાયલ ઉંદર પર કરવામાં આવી તો તેના શરીરમાં સોજો ઘટ્યો અને ડેમેજ રિપેર થયું. તેના પછી સૂઅર પર ટ્રાયલ કરવામાં આવી તો સામે આવ્યું કે બ્રેન ઈન્જરીમાં થનારા દર્દ અને પલ્મોનરી આર્ટિયલ હાયપરટેન્શનની સ્થિતિમાં પણ આ બાયોમટિરિયિલનો ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે અત્યાર સુધી ટ્રાયલ દરમિયાન જે પરિણામ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. આગામી તબક્કામાં તેની ટ્રાયલ માણસો પર કરવા માટે FDAથી અનુમતિ લેવામાં આવશે.  

દુનિયામાં સૌથી વધારે મોત દિલની બીમારીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં સૌથી વધારે મોત હાર્ટની બીમારીઓના કારણે થાય છે. માત્ર અમેરિકામાં દર વર્ષે 7,85,000 લોકો હાર્ટ અટેકના કારણે ઝઝૂમે છે. અત્યાર સુધી હાર્ટ અટેક પછી ડેમેજને રિપેર કરવાનો કોઈ ઈલાજ શોધી શકાયો નથી. એવામાં નવી બાયોજેલ કોઈ મોટો ફેરફાર લાવી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More