Food Good For Mood: રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મૂડ ખરાબ હોય અને ગુસ્સો આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ પેટ હોય છે. જ્યારે પેટમાં કોઈ સારી વસ્તુઓ ન જાય તો મૂડ ખરાબ થવા લાગે છે અને ગુસ્સો આવે છે. તેની સાથે જ ખાવામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી મૂડ સુધરી જાય છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો વિટામિન ડી યુક્ત આહાર નું સેવન કરે છે તેમને આ પ્રકારની સમસ્યા થતી નથી. જે લોકો વિટામિન ડી યુક્ત આહારનું સેવન નથી કરતા તે લોકોમાં ગુસ્સો વધારે જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કેટલીક વસ્તુઓની યાદી પણ બનાવી છે જેનું સેવન કરવાથી મૂળ સુધરે છે.
આ પણ વાંચો:
ગળાશ માટે ખાંડને બદલે વાપરી શકાય છે આ વસ્તુઓ, નહીં વધે Sugar Level
Heart Attack થી બચવું હોય તો આજથી જ બંધ કરી દો આ 4 વસ્તુ ખાવાનું
Heart અને Immunity માટે વરદાન છે આ 5 વસ્તુ, ડાયટમાં સામેલ કરો અને જુઓ કમાલ
મસાલા - ભારતીય રસોઈમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ફાયદાકારક છે. ભોજનમાં ઉપયોગમાં આવતા મસાલા મૂડને સુધારે છે. મસાલામાં ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજને ફ્રી રેડીકલ્સથી મુક્ત કરે છે અને સ્ટ્રેસ વધવા દેતા નથી.
ફર્મેન્ટેડ ફૂડ - ફર્નિટેડ ફૂડ એટલે કે દહીં, છાશ, યોગર્ટ જેવી વસ્તુઓ પણ એન્ઝાઈટીને દૂર કરે છે. આ પ્રકારના ફૂડમાં જે ઈસ્ટ અને ગુડ બેક્ટેરિયા હોય છે તે શરીરમાંથી એન્ઝાઈટી ઉત્પન્ન કરતાં હોર્મોન્સને ખતમ કરે છે.
ડાર્ક ચોકલેટ - ડાર્ક ચોકલેટ ન્યુરોને પ્રોડક્ટ કરે છે જે મૂડને સુધારે છે. એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે ડાર્ક ચોકલેટ ખાવાથી 70% લોકોમાં ડિપ્રેશન ના લક્ષણ જોવા મળ્યા નથી.
એવોકાડો - એવો કાડોમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે જે મગજના ફંકશનને મજબૂત કરે છે. એક અધ્યયનમાં સામે આવ્યું હતું કે મેગ્નેશિયમ ઓછું હોય તો ડિપ્રેશન થઈ શકે છે. તેથી એવોકાડોને ઓલિવ ઓઇલ સાથે ખાવામાં આવે તો ડિપ્રેશનની સમસ્યા થતી નથી.
બદામ - બદામ મગજને તેજ કરે છે તે વાત સૌ કોઈ જાણે છે. બદામ સહિતના ડ્રાયફ્રુટમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજના ફંકશનને તુરંત સક્રિય કરે છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને મેમરી પણ સુધરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે