Home> Health
Advertisement
Prev
Next

Nutmeg: સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરશે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા

Nutmeg: જાયફળનો ઉપયોગ કરીને તમે વાનગીનો સ્વાદ તો ઘણીવાર વધાર્યો હશે. પરંતુ જાયફળ તમારા ખરાબ મૂડને પણ સુધારી શકે છે. જો તમે શોર્ટ ટેમ્પર છો તો તમે જાયફળનો આ રીતે ઉપયોગ ચોક્કસથી કરજો. તેનાથી તમારો મૂડ સુધરી જશે.

Nutmeg: સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરશે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા

Nutmeg: જાયફળ સોપારી જેવો દેખાતો મસાલો છે. તેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. વાનગીઓને મસાલેદાર બનાવવા માટે જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળમાં ઘણા એવા પોષક તત્વો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. ખાસ કરીને તો જાયફળ ખરાબ મૂડને સુધારવામાં મદદ કરે છે. સાથે જ જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમને પણ જાયફળ ઉપયોગી છે. જાયફળના ઉપયોગથી તમે દાંત ની સમસ્યાથી લઈને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ જાયફળના હેલ્થ બેનિફિટ્સ વિશે.

fallbacks

જાયફળ ના ફાયદા

આ પણ વાંચો:

ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢી નાખશે આ ઘરેલુ વસ્તુઓ, ટ્રાય કરી જુઓ એકવાર

Eye Flu: જો તમને કે પરિવારમાં કોઈને પણ આવી હોય આંખ તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા

બ્લડ સુગર ઘટાડે છે આ દેશી દાણા, ડાયાબિટીસના દર્દીએ દિવસમાં એકવાર તો ખાવા જ જોઈએ

જો તમને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય તો જાયફળ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના માટે જાયફળના તેલનો ઉપયોગ કરી શકાય છે.તેનાથી મોઢામાં વધતા બેક્ટેરિયા દૂર થાય છે.

જાયફળનું સેવન કરવાથી ખરાબ મૂડ સુધરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જાયફળમાં એન્ટી ડિપ્રેશન્ટ ગુણ હોય છે. એટલે કે જાયફળનું સેવન કરવાથી ખરાબ મૂડ સુધરી જાય છે.

આજના સમયમાં લાઈફ સ્ટાઈલ ના કારણે ઘણા લોકોને રાત્રે બરાબર ઊંઘ આવતી નથી. આવી સમસ્યામાં જાયફળનું સેવન દૂધ સાથે કરવાથી ગાઢ ઊંઘ આવે છે.

જાયફળનો ઉપયોગ કેવી રીતે કરવો

સ્વાસ્થ્ય લાભ માટે જાયફળને તમે ચા અથવા તો ગરમ દૂધમાં ઉમેરીને પી શકો છો. આ સિવાય તમે જાયફળને કેટલાક શાકમાં પણ ઉમેરી શકો છો. સવારના સમયે નાસ્તામાં ઓટ મીલ કે અન્ય ફ્રુટ્સમાં પણ જાયફળનો પાવડર છાંટીને ખાઈ શકાય છે

(Disclamer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More