Home> Health
Advertisement
Prev
Next

ખતરનાક સાબિત થઈ શકે છે સેનિટાઈઝરનો ઉપયોગ, ગંભીર રોગોના થઈ શકો છો શિકાર

સતત સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર પડે છે. જાણો, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ બની શકે છે કેટલો ઘાતક  

ખતરનાક સાબિત થઈ શકે છે સેનિટાઈઝરનો ઉપયોગ,  ગંભીર રોગોના થઈ શકો છો શિકાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ આખી દુનિયાને કોરોના વાયરસે પોતાની ઝપેટમાં લઈ લીધી છે. દુનિયાના કેટલાક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ ગઈ છે તો કેટલાક દેશો રસી આવે તેની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી દુનિયાના તમામ લોકો સુધી રસી ન પહોંચી જાય ત્યાં સુધી માસ્ક અને સેનિટાઈઝર જ રસી છે. પરંતુ શું તમને ખબર છે કે, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ આફત નોતરી શકે છે. કોરોનાથી બચવાના ચક્કરમાં તમે બીજી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. સતત સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર પડે છે. જાણો, સેનિટાઈઝરના સતત ઉપયોગથી શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે.

fallbacks

ફર્ટિલિટી પર અસર
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ડૉક્ટર ક્રિસ નૉરિસ કહે છે કે, કેટલાક સેનિટાઈઝર આલ્કોહોલયુક્ત હોય છે તો કેટલાક નોન આલ્કોહોલિક. આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરમાં ઈથેનોલ હોય છે. જે એન્ટીસેપ્ટિકનું કામ કરે છે. તો નોન આલ્કોહોલિક સેનિટાઈઝરમાં ટ્રાઈક્લોસન કે ટ્રાઈક્લોકાર્બન જેવા એન્ટીબાયોટિકનો ઉપયોગ થાય છે. સંશોધનમાં એ વાત પણ સાબિત થઈ શકે છે ફર્ટિલિટી માટે ટ્રાઈક્લોસન ખૂબ જ નુકસાનકારક હોય છે.

Bye Bye 2020: કોરોનાથી રામ મંદિરના શિલાન્યાસ સુધી, આ 20 મોટી ઘટનાઓ માટે યાદ રહેશે વર્ષ 2020

હોર્મોનલ સિસ્ટમ થાય છે ખરાબ
આલ્કોહોલિક સેનિટાઈઝરમાં રહેલા ટ્રાઈક્લોસનથી હોર્મોનલ બેલેન્સ બગડવાની સમસ્યા પણ હતી. સેનિટાઈઝરના વધુ ઉપયોગથી હૉર્મોનનું સંતુલન બગડી જાય છે. તેના કારણે અનેક ગંભીર સમસ્યા થવા લાગે છે.
fallbacks

મિથેનોલ છે ખૂબ જ નુકસાનકારક
કોરોના કાળમાં સેનિટાઈઝરનો વેપાર કરવા માટે અનેક લોકો મિથેનોલમાં કેમિકલ મિક્સ કરી રહ્યા છે. જેના ઉપયોગથી ઉંઘ ન આવવી, ચક્કર આવવા, ઉલ્ટી થવી, દિલ ગભરાવું, અંધાપો જેવી વસ્તુનો ખતરો હોય છે. જેની સીધી અસર નર્વસ સિસ્ટમ પર પડે છે. જેનાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર
નૉન આલ્કોહોલિક સેનિટાઈઝરમાં ઉપયોગમાં લેવામાં આવતું ટ્રાઈક્લોસન વ્યક્તિના ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે. જેના વધુ ઉપયોગથી ઈમ્યૂન સિસ્ટમ પર અસર પડે છે. જેનાથી ગંભીર બીમારીથી બચવામાં સમસ્યા ઉભી થાય છે.

વજન ઘટાડવાના અનેક અખતરા કરી ચૂક્યા છો અને છતાંય નથી મળ્યું રિઝલ્ટ, તો કરો આ આસાન ઉપાય

ત્વચા થાય છે ડ્રાય
સેનિટાઈઝરના વધુ ઉપયોગથી ત્વચામાં જલન, હાથમાં ખંજવાળ આવવી અને હાથમાં લાલ ચકામા પડવાની સમસ્યા વધી જાય છે. સાથે જ ત્વચા ડ્રાય થવાની સમસ્યા પણ વધી જાય છે. ડૉક્ટરનું કહેવું છે કે, સાબુથી 20 સેકંડ હાથ ધોવાથી તમે કોરોનાના ઈન્ફેક્શનથી બચી શકો છો. ઈમરજન્સીમાં તમે સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે. જેથી તમે ડ્રાય સ્કિનથી બચી શકો છો.

શારીરિક વિકાસમાં બાધા
સેનિટાઈઝરમાં વધુ સુગંધી બનાવવા માટે તેમાં પ્થાલેટ્સ અને પેરાબેન્સ જેવા ઝેરી કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. પ્થાલેટ્સ એન્ડોક્રાઈન ડિસરપ્ટર્સ હોય છે જે વ્યક્તિના વિકાસ અને રીપ્રોડક્શન પ્રક્રિયાને બાધિત કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More