Fruits That Detox Liver And Kidney: આપણા શરીરમાં લીવર અને કિડની સૌથી મહત્વના અંગ છે. આ બંને અંગ શરીરને સાફ રાખવાનું કામ કરે છે. આ અંગ એક્ટિવ રહે છે તેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી કાય છે. આ અંગો બરાબર કામ કરતા રહે તો જ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.
આ પણ વાંચો: ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર
કિડની અને લીવર હેલ્ધી રહે તે માટે ખાવા પીવામાં એવા ફળ સામેલ કરવા જોઈએ જે શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે. આજે તમને આવા ફળ વિશે જણાવીએ. આ ફળ નિયમિત ખાવાથી લાભ થાય છે.
આ પણ વાંચો: હાડકાનું કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચે ત્યારે દેખાય આ લક્ષણ, અહીંયા થાય તીવ્ર દુખાવો
પપૈયું
પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પપૈયું ખાવાથી પાચન સુધરે છે. લીવર ડિટોક્સ થાય છે. અને શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. રોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ. પપૈયું ડાયાબિટીસમાં પણ ફાયદો કરે છે.
આ પણ વાંચો: લીવર ડેમેજ લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે થાય આ 5 તકલીફો, 1 પણ જણાય તો પહોંચો ડોક્ટર પાસે
લાલ દ્રાક્ષ
લાલ દ્રાક્ષ એન્ટી ઓક્સીડન્ટ અને વિટામીન સીથી ભરપુર હોય છે. આ દ્રાક્ષ લીવર અને કિડનીની સફાઈમાં મદદ કરે છે. તેનાથી રક્ત સાફ થાય છે અને શરીરમાં સોજા ઉતરે છે. કિડની અને લીવરની સમસ્યા હોય તેમના માટે આ બેસ્ટ ફળ છે.
આ પણ વાંચો: ટ્રાય કરવા જેવી ટ્રીક, માથું દુખે ત્યારે વિદ્યા બાલન બોલે આ 4 શબ્દ અને મટી જાય માથું
દાડમ
દાડમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે રક્ત વધારનાર અને શરીરના ટોક્સિન્સ બહાર કાઢનાર ફળ છે. તેમાં રહેલા પોષકતત્વો લીવર અને કિડનીને મજબૂત બનાવે છે અને સ્વસ્થ રાખે છે.
આ પણ વાંચો: જીવલેણ ન્યુમોનિયાના શરુઆતી લક્ષણો, ઉધરસને સામાન્ય ગણી લાંબા સમય સુધી ઈગ્નોર ન કરો
એવોકાડો
એવોકાડો એક સુપરફુડ છે જેમાં હેલ્ધી ફેટ અને ગ્લૂટાથાયોન નામનું તત્વ હોય છે જે લીવરને સાફ કરવામાં મદદ કરે છે અને ડેમેજથી બચાવે છે. એવોકાડો દરેક વ્યક્તિએ ખાવું જોઈએ.
આ પણ વાંચો: કિડની ડેમેજ થાય ત્યારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, ધ્યાન ન આપો તો કિડની થઈ જાય ફેલ
લીંબુ
રોજ લીંબુનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. ખાલી પેટ લીંબુ લેવાથી શરીર ડિટોક્સ થાય છે. લીંબુ શરીર માટે ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે