Home> Health
Advertisement
Prev
Next

Papaya leaves: સ્વાદમાં ભયંકર કડવું લાગે પણ તેની એક ચમચી શરીરને બનાવી દેશે લોખંડ જેવુ મજબૂત

Papaya leaves: સ્વાસ્થ્ય સમસ્યામાં પપૈયાના પાનનો રસ પીવામાં આવે તો તે દવા જેવું કામ કરે છે. પપૈયાના પાનનો રસ પીવાથી શરીરમાં ઉર્જા આવે છે અને ઘણી બધી બીમારીઓનો નાશ થઈ જાય છે.

Papaya leaves: સ્વાદમાં ભયંકર કડવું લાગે પણ તેની એક ચમચી શરીરને બનાવી દેશે લોખંડ જેવુ મજબૂત

Papaya leaves: પપૈયું ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે એટલું જ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પપૈયામાં એ તમામ પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને બુસ્ટ કરે છે. ખાવામાં કાચા અને પાકા બંને પ્રકારના પપૈયાનો ઉપયોગ થાય છે. પપૈયાની જેમ પપૈયાના પાન પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. 

fallbacks

કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં પપૈયાના પાનનો રસ પીવામાં આવે તો તે દવા જેવું કામ કરે છે. પપૈયાના પાનનો રસ પીવાથી શરીરમાં ઉર્જા આવે છે અને ઘણી બધી બીમારીઓનો નાશ થઈ જાય છે.

આ પણ વાંચો: આ વસ્તુ છે ચમત્કારી, મૂળથી લઈને પાન સુધી બધામાં ઔષધીય ગુણ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

રિસર્ચમાં પણ એ વાત સાબિત થઈ છે કે પપૈયાના પાન ઘણી બધી બીમારીઓમાં દવા જેવું કામ કરે છે. પપૈયાના પાનમાં એવા તત્વ હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો ઉપયોગ સૌથી વધુ થાય છે. 

પપૈયાના પાનમાં એન્ટી કેન્સર, એન્ટિ ડાયાબિટીસ, એન્ટી ડેન્ગ્યુ અને એન્ટીઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે. આયુર્વેદ ડોક્ટર પણ પપૈયાના પાનનો રસ પીવાની સલાહ આપે છે. નિષ્ણાંતો અનુસાર પપૈયાના પાનનો અર્ક પીવાથી શરીર લોખંડ જેવો મજબૂત થાય છે અને સાથે જ બીમારીઓ દૂર રહે છે. 

આ પણ વાંચો:સવારે પેટ સાફ ન આવતું હોય તો આ વસ્તુઓ ખાવાનું રાખો, દવા વિના કબજિયાતથી મળશે મુક્તિ

મલેરિયા અને ડેન્ગ્યુ જેવી સમસ્યા હોય તો પપૈયાના પાનને પાણીમાં ઉકાળી તેનો અર્ક કાઢીને તેનું સેવન કરવું જોઈએ. પપૈયાનો આ રીતે અર્ક પીવાથી દર્દીમાં પ્લેટલેટ કાઉન્ટ અને રેડ બ્લડ સેલ ઝડપથી વધે છે. એશિયાના ઘણા દેશોમાં પપૈયાના પાનનો ઉપયોગ બેરીબેરી નામના રોગના ઈલાજમાં પણ થાય છે. 

પપૈયાના પાનમાં ફ્લેવોનોઈડ, એન્ક્લોઇડ, એમિનો એસિડ, લીપિડ, કાર્બોહાઇડ્રેટ, વિટામીન અને ખનીજની માત્રા સારી એવી હોય છે. પપૈયાના પાનના સેવનથી શરીરની ઘણી બધી બીમારીઓ દવા વિના દૂર થઈ જાય છે. જોકે તેનું સેવન કરતાં પહેલાં સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લેવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: Health Tips: રોજ કરવી છે 7થી 8 કલાકની ઊંઘ ? તો ટ્રાય કરો 4-7-8 સ્લીપ મેથડ

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More