Home> Health
Advertisement
Prev
Next

Pumpkin Seeds: આ બીજ પરિણીત પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક, શરીરમાં વધારે છે 'તાકત'

Pumpkin Seeds: તમે મુખવાસ તરીકે અથવા તો નાસ્તા સાથે શેકેલા કોળાના બીજ લઈ શકો છો. આ સિવાય તમે સૂતા પહેલા કોળાના બીજનું સેવન કરી શકો છો. તેની અસર થોડા જ દિવસોમાં દેખાવા લાગશે.

Pumpkin Seeds: આ બીજ પરિણીત પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક, શરીરમાં વધારે છે 'તાકત'

Pumpkin Seeds: જો તમે કોળાનો ઉપયોગ કર્યા પછી તેના બીજને ડસ્ટબિનમાં ફેંકી દો છો તો તમે મોટી ભુલ કરો છો. કારણ કે કોળાના બીજ શરીરમાં ઇન્સ્યુલિનને સંતુલિત કરવામાં મદદ કરે છે એટલે કે આ બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જો તમે સૂતા પહેલા કોળાના થોડા બીજ ખાવ છો તો ઊંઘ ઝડપથી આવે છે. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. એટલું જ નહીં જે પુરુષો જાતીય સમસ્યાઓથી પીડિત છે તેમના માટે પણ કોળાના બીજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ તમે તેનું નિયમિત સેવન કરી શકો છો.

fallbacks

આ પણ વાંચો: Migraine: દવા લીધા વિના પણ માઈગ્રેનથી મળશે રાહત, અજમાવો માથાનો દુખાવા દુર કરતા ઉપાયો

કોળાના બીજના ફાયદા

- ત્વચાની સમસ્યાઓ દુર થાય છે.
- વજન ઘટે છે
- પેટના કૃમિ દુર થાય છે.
- શરીરમાં લોહીની ઊણપ રહેતી નથી.
- માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- UTI જેવી સમસ્યાઓમાં રાહત આપે છે
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે.

આ પણ વાંચો: ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે, જાણો આ સિઝનમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન
 
પુરુષો માટે ફાયદાકારક

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કોળાના બીજ પુરુષોના જાતીય સ્વાસ્થ્યને સારું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક રિસર્ચ મુજબ કોળાના બીજ ખાવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટની સમસ્યા રહેતી નથી. કોળાના બીજ તેમના જાતીય સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિને મજબૂત કરવા અને તંદુરસ્ત હોર્મોનલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કોળાના બીજનું સેવન કરવું લાભકારી છે. કોળાના બીજ ઝીંકથી ભરપૂર હોય છે તેથી તેનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે.

આ પણ વાંચો: World Aids Day 2023: તમે પણ માનો છો HIV અને AIDS એક જ છે ? તો ગેરસમજ આજે કરો દુર

કોળાના બીજ કેવી રીતે ખાઈ શકાય ?

તમે મુખવાસ તરીકે અથવા તો નાસ્તા સાથે શેકેલા કોળાના બીજ લઈ શકો છો. આ સિવાય તમે સૂતા પહેલા કોળાના બીજનું સેવન કરી શકો છો. તેની અસર થોડા જ દિવસોમાં દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More